
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી 6 સિરીઝના સ્માર્ટફોન્સ ‘રિઅલમી 6’ અને ‘રિઅલમી 6 પ્રો’ 5 માર્ચે લોન્ચ કરશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ફોનનું ટીઝર પેજ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર પેજ મુજબ બંને ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે. ‘રિઅલમી 6’માં સિંગલ અને રિઅલમી 6 પ્રોમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે.
રિઅલમી 6 સિરીઝનાં સ્પેસિફિકેશન
- ટીઝર પેજ મુજબ બંને ફોનમાં 64MPના પ્રાઈમરી કેમેરા સાથે 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
- તેમાં અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, ટેલિફોટો લેન્સ અને મેક્રો લેન્સ સામેલ છે. તમામ કેમેરા 20X ઝૂમિંગની સુવિધા મળશે.
- ફોનમાં 90Hz રિફ્રેશ રેટ ધરાવતી ફુલ HD ડિસ્પ્લે મળશે.
- ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે, જે 15 મિનિટમાં 40% ફોન ચાર્જ કરશે.
બ્લાન્ડ ઓર્ડર સેલ

લોન્ચિંગ પહેલા કંપની દ્વારા બ્લાન્ડ ઓર્ડર સેલનું આયોજન કરવામાં આવ્યું છે. તે 26 ફેબ્રુઆરીથી શરૂ થયો છે અને 4 માર્ચ સુધી ચાલશે. 1,000 રૂપિયાનું પેમેન્ટ કરી ફોનનું એડવાન્સ બુકિંગ કરી શકાશે ગ્રાહકે બાકી રહેલી ફોનની કિંમત 15 માર્ચ સુધી ભરવાની રહેશે.
ઓફર

આ સેલ દ્વારા ‘રિઅલમી 6’ની ખરીદી પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ‘રિઅલમી 6 પ્રો’ની ખરીદી પર રિઅલમી બડ્સ આપવામાં આવશે. 16 માર્ચ સુધી આ ગિફ્ટ કૂપન અને ડિસ્કાઉન્ટ ગ્રાહકોનાં અકાઉન્ટમાં જમાં થઈ જશે.
599 રૂપિયાની લોન્ચિંગ ઇવેન્ટ ટિકિટ

રિઅલમી 6 સિરીઝનાં લોન્ચિંગ ઇવેન્ટ માટે 599 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. એક ટિકિટ પર 1 જ વ્યક્તિ એન્ટ્રી લઈ શકશે. ઇવેન્ટમાં સામેલ થનારા લોકોને 2500 રૂપિયાની ગિફ્ટ આપવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3adpvGr
No comments:
Post a Comment