Thursday, 27 February 2020

‘iQoo 3’ દુનિયાનો સૌથી ફાસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બન્યો, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સહિત અનેક પરિબળોથી ફોનની સ્પીડ નક્કી કરવામાં આવે છે

ગેજેટ ડેસ્કઃ ભારતમાં અત્યાર સુધીમાં લેટેસ્ટ ટેક્નોલોજી 5Gના 2 સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે. તેમાં ‘રિઅલમી X50 પ્રો 5G’ અને ‘iQoo 3’ સામેલ છે. તેમાંથી ‘iQoo 3’ સ્માર્ટફોન દુનિયાનો સૌથી ફાસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બન્યો છે. ચાઈનીઝ બેન્ચમાર્ક સાઈટ ‘AnTuTu’ દ્વારા તેનું રેંકિંગ કરવામાં આવે છે. આ રેંકિંગ CPU (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ), GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ), MEM (મોબાઈલ એક્સપેન્સ મેનેજમેન્ટ) અને UX (યુઝર એક્સપિરિઅન્સ)ને આધારે નક્કી કરવામાં આવે છે. AnTuTu દ્વારા ‘iQoo 3’ને 610576 સ્કોર આપવામાં આવ્યો છે.

CPU (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ): કમ્પ્યૂટરની જેમ ફોનમાં પણ CPU હોય છે. CPUમાં ડ્યુઅલ કોર, ક્વૉડ કોર, હેક્સા કોર, ઓક્ટા કોર અને ડેકા કોર સ્પીડવાળા પ્રોસેસર આપવામાં આવે છે. પ્રોસેસરની સ્પીડને આધારે CPU રિસ્પોન્સ કરે છે.

GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ): સ્માર્ટફોનના કોઈ પણ કાર્યને સ્ક્રીન પર બતાવવાનું કામ GPU કરે છે. તેની મદદથી એપ્સ, ગેમિંગ, વેબપેજ સહિતના કામમાં યુઝર ઇન્ટરફેસ વધારો સારો થાય છે. ફોનમાં ગેમનાં ગ્રાફિક્સને શ્રેષ્ઠ બનાવવાનું કામ GPU કરે છે. 3D એપ્સ, 4K વીડિયો રન કરવા માટે GPU સારું હોવું જરૂરી છે.

MEM (મોબાઈલ એક્સપેન્સ મેનેજમેન્ટ): મોબાઈલ કમ્યૂનિકેશન એક્સપેન્સ દ્વારા મોબાઈલ ઇનવોઇસને મેનેજ કરવી, ડિવાઇસ અને સર્વિસિસ પ્લાનનું લિસ્ટ બનાવવું, પ્રોક્યુર્મન્ટ વર્કફ્લો અને BYOD સ્ટાઈપેન્ડ મેનેજમેન્ટ કરવામાં આવે છે. તેમાં ફોનની ખરીદી પછી તેની સર્વિસ અને ઉપયોગ કરવાનો ખર્ચો MEMમાં સામેલ છે.

UX (યુઝર એક્સપિરિઅન્સ): ફોનની ડિસ્પ્લે, ગ્રાફિક્સ, ઓપરેટિંગ સિસ્ટમ, કેમેરા સહિત અનેક વસ્તુઓ માટે યુઝરના એક્સપિરિઅન્સને UX કહેવામાં આવે છે.

AnTuTu સ્પીડ ટેસ્ટ કરે છે

ચીનની સોફ્ટવેર કંપની AnTuTu એન્ડ્રોઇડ અને iOS સ્માર્ટફોન્સનો સ્પીડ ટેસ્ટ કરે છે. તેના માટે કંપનીએ એપ પણ તૈયાર કરી છે. AnTuTu સાઈટ CPU, GPU, MEM અને UXના આધાર પર અલગ અલગ સ્કોર આપે છે. આ તમામ સ્કોરને મળાવીને કંપની ફાઇનલ રેંકિંગ આપે છે. ‘iQoo 3’ 5G સ્માર્ટફોનને 610576 સ્કોર અને રિઅલમી X50 પ્રો 5Gને 600000 સ્કોર આપવામાં આવ્યો છે.


જાન્યુઆરી 2020માં AnTuTu દ્વારા સ્કોર કરવામાં આવેલા ફાસ્ટ સ્માર્ટફોન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'iQoo 3' becomes the fastest Android smartphone in the world, the speed of the phone is determined by several factors including the central processing unit By AnTuTu


from Divya Bhaskar https://ift.tt/2uAdtbh

No comments:

Post a Comment