
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપનીએ તેનાં A સિરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓપો A31’ ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 11,490 રૂપિયા છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
વેરિઅન્ટ અને કિંમત
4GB+64GB: 11,490 રૂપિયા
6GB+128GB: 13,990
ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સાથે એક્સ્ટ્રા મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, GPS, A-GP, બ્લુટૂથ 5.0, OTG, વાઇફાઇ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે. ફોનનાં ફેન્ટસી વ્હાઇટ અને મિસ્ટ્રી બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનું વેચાણ 2 માર્ચથી શરૂ કરવામાં આવશે.
‘ઓપો A31’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | HD+ (1600X720 પિક્સલ) |
OS | ColorOS 6.1.2 બેઝ્ડ વિથ એન્ડ્રોઇડ 9 પાઇ |
પ્રોસેસર | ઓક્ટાકોર મીડિયાટેક P35 |
રિઅર કેમેરા | 12MP+ 2MP+ 2MP |
ફ્રન્ટ કેમેરા | 8MP |
રેમ | 4GB/6GB |
સ્ટોરેજ | 64GB/128GB |
બેટરી | 4230mAh |
વજન | 180 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2HXHtkk
No comments:
Post a Comment