Tuesday, 25 February 2020

ટૂંક સમયમાં ‘રિઅલમી 6’ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ ટેક કંપની ટૂંક સમયમાં તેનો સ્માર્ટફોન ‘રિઅલમી 6’ લોન્ચ કરશે. કંપનીના CEO માધવ શેઠે ટ્વીટ કરીને ફોનનાં લોન્ચિંગ વિશે સંકેત આપ્યા છે. માધવ શેઠે સલમાન ખાન સાથેનો ફોટો ક્લિક કર્યો છે. આ ફોટો કંપનીના અપકમિંગ સ્માર્ટફોન ‘રિઅલમી 6’થી કેપ્ચર કરવામાં આવ્યો છે.

શેર કરવામાં આવેલી તસવીરના વોટરમાર્ક અનુસાર ફોનમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. આ સેટઅપમાં 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે.ફોનનાં સ્પેસિફિકેશન અને લોન્ચિંગ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 4,300mAh ની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો કેમેરા આપવામાં આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'Realme 6' smartphone may be launched soon


from Divya Bhaskar https://ift.tt/2HW3LDa

No comments:

Post a Comment