Tuesday, 25 February 2020

ડ્યુઅલ સ્લાઈડ સ્ક્રીનવાળા આઈફોનનો વીડિયો લીક થયો

ગેજેટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર અપકમિંગ એપલ પ્રોડક્ટનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો ટેક ટિપ્સર ઈવાન ક્રિસ્ટલે શેર કરેલો ડ્યુઅલ સ્લાઈડ સ્ક્રીનવાળા આઈફોનનો છે. ઈવાને ટ્વીટ કરીને 'slide-able iPhone?' કેપ્શન આપ્યું છે. આ વીડિયો લીક મુજબ ફોનમાં 3 રિઅર કેમરા આપવામાં આવશે. કેમેરા સેટઅપની બાજુમાં વર્ટિકલ પોઝિશનમાં LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે.

અગાઉ ઇન્સ્ટાગ્રામમાં પણ આ પ્રકારનો વીડિયો લીક થયો હતો

સ્લાઈડ અને ડ્યુઅલ સ્ક્રીનવાળા આ આઈફોનના વીડિયોને નવેમ્બર 2019માં ન્યૂ યોર્કના bat.not.bad યુઝરે શેર કર્યો હતો. આ ફોનને આઈફોન સ્લાઈડ પ્રોની કોન્સેપ્ટ ડિઝાઇન તરીકે શેર કરવામાં આવ્યો હતો. જોકે કંપનીએ આ ફોન અથવા આવી કોઈ પેટન્ટ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી..

સ્લાઈડ આઈફોનનાં ફીચર
આ ફોનમાં ફુલ વ્યૂ સ્ક્રીન આપવામાં આવશે. સ્ક્રીનને જમણી બાજુએ સ્લાઈડ કરવા પર નાની સ્ક્રીન શૉ થાય છે. તેમાં કેમેરા સેટઅપ અને ગેલરી આઇકન્સ જોવા મળે છે. ફોનને હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને રીતે ઓપરેટ કરી શકાય છે. આ ફોનની બંને સ્લાઈડનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple Concept Design iPhone Slide Pro with 18K Rose Gold and Triple Rear Camera


from Divya Bhaskar https://ift.tt/2SUY3aK

No comments:

Post a Comment