Wednesday, 26 February 2020

ક્વૉલકોમે સ્નેપડ્રેગન 865 ધરાવતા વર્ષ 2020ના સ્માર્ટફોન્સનું લિસ્ટ જાહેર કર્યું

ગેજેટ ડેસ્કઃ અમેરિકન મલ્ટિનેશનલ સેમિકન્ડક્ટર અને ટેલિકમ્યૂનિકેશન કંપની ક્વૉલકોમે સ્નેપડ્રેગન 865 ધરાવતા સ્માર્ટફોન્સનું લિસ્ટ જાહેર કર્યું છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર પ્રેસ રિલીઝમાં આ લિસ્ટ જાહેર કર્યું છે. આ પ્રોસેસર 5G કેનેક્ટિવિટી સપોર્ટ કરે છે. આ લેટેસ્ટ પ્રોસેસરને કંપનીએ વર્ષ 2019ના ડિસેમ્બરમાં જ લોન્ચ કર્યું છે. આ પ્રોસેસર ધરાવતા સ્માર્ટફોન્સ સેમસંગ ગેલેક્સી S20 સિરીઝ, રિઅલમી X50 પ્રો અને iQOO 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયા છે. આ લિસ્ટમાં સામેલ સ્માર્ટફોન્સની યાદી:

  • બ્લેક શાર્ક 3.
  • FCNT એરોઝ 5G
  • iQOO 3
  • નુબિયા રેડ મેજીક 5G
  • ઓપો Find X2
  • રિઅલમી X50 Pro 5G
  • રેડમી K30 Pro
  • રોગ ફોન 3
  • સેમસંગ ગેલેક્સી S20, S20+ અને S20 અલ્ટ્રા
  • શાર્પ AQUOS R5G
  • સોની એક્સપિરીયા 1 II
  • વિવો APEX 2020 કોન્સેપ્ટ ફોન
  • શાઓમી Mi 10 અને Mi 10 પ્રો
  • ZenFone 7
  • ZTE Axon 10s Pro

આ લિસ્ટમાંથી કેટલાક ફોન અગાઉથી જ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે જયારે કેટલાક બાકી છે.

ક્વોલકોમ સ્નેપડ્રેગન 5Gનાં બેઝિક ફીચર્સ

  • ગ્લોબલ રોમિંગ અને ગ્લોબલ મલ્ટિ સિમ સપોર્ટ
  • mmWave, sub-6, TDD, FDD અને Dynamic Spectrum Sharing (DSS) ફ્રિક્વન્સી બેન્ડ્સ સપોર્ટ
  • 5G ચિપસેટ, 5G પિક ડાઉનડલોડ સ્પીડ, 5G સ્પેક્ટ્રમ
  • મોબાઈલ વીડિયો કેપ્ચર ડોલ્બિ વિઝન


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Qualcomm announces list of smartphones for the year 2020 with Snapdragon 865


from Divya Bhaskar https://ift.tt/2HWc0z5

No comments:

Post a Comment