Wednesday, 26 February 2020

એપલ વોચથી ઇન્સ્પાયર્ડ ઓપોની અપકમિંગ સ્માર્ટવોચની તસવીર લીક થઈ

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની ઓપો તેની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં વોચની તસવીર લીક થઇ છે. આ તસવીર ટેક ટિપ્સટર ચેટ સ્ટેશને લીક કરી છે. લીક કરેલી તસવીર કંપનીના ટીઝર પેજ સાથે મળતી આવે છે.

6 માર્ચે લોન્ચિંગ

આ સ્માર્ટવોચને ‘Find X2’ સ્માર્ટફોન સાથે 5માર્ચે લોન્ચ કરવામાં આવશે. લીક થયેલી તસવીરમાં વોચનું સેટિંગ પેજ જોવા મળી રહ્યું છે. તે મુજબ વોચમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવશે. સિક્યોરિટી માટે વોચમાં પાસવર્ડ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. વોચ સાથે સિલિકોનની સ્ટ્રિપ્સ આપવામાં આવશે.

કર્વ્ડ ગ્લાસ

કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલી ટીઝર ઈમેજ

કંપનીના વાઇસ પ્રેસિડન્ટે શેર કરેલાં ટ્વીટ્સ મુજબ, સ્માર્ટવોચમાં કર્વ્ડ ગ્લાસ અને 3D ગ્લાસ આપવામાં આવશે. વોચની સ્ટ્રીપનાં મેટલ એજ અને ક્રીમ સ્ટ્રીપ કલર ઓપ્શન ઉપલબ્ધ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple Watch inspired oppo upcoming smartwatch picture leaks


from Divya Bhaskar https://ift.tt/2VrVXkk

No comments:

Post a Comment