
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ મલ્ટિ નેશનલ કંપની હુવાવેની માલિકીની બ્રાન્ડ ઓનરે તેની અપકમિંગ પ્રોડક્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં ‘મેજીક ઈયરબડ્સ’, ‘મેજિક બુક’, ‘ઓનર વ્યૂ 30’ અને ‘વોચ 2’ સામેલ છે. તેમાંથી ‘મેજીક ઈયરબડ્સ’ ભારતમાં એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ વાયરલેસ ઇયરબડ્સમાં હાઇબ્રિડ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી આપવામાં આવશે. તેની કિંમત 139 € (આશરે 10,000 રૂપિયા) છે.
ઓનર ‘મેજીક ઈયરબડ્સ’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- ઈયરબડ્સમાં 10mmનાં ડ્રાઇવર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 3 માઈક્રોફોન આપવામાં આવ્યાં છે, જે ઈન-કોલ નોઈસ કેન્સલેશન સપોર્ટ કરેછે.
- કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 આપવામાં આવ્યું છે.
- બડ્સમાં 37mAh અને કેસમાં 410mAhની બેટરી આપવામાં આવી છે.
- ચાર્જિંગ કેસથી ચાર્જ કરવા પર બડ્સ 13 કલાકનું બેકઅપ આપે છે
- ઈયરબડ્સમાં રેપિડ અને ઇન્સ્ટન્ટ પેરિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ટચ કન્ટ્રોલ બટન આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PoaOIK
No comments:
Post a Comment