
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીનો અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી K30 પ્રો’ માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ટીઝર પેજ મુજબ આ ફોન 5G સપોર્ટ કરશે. આ ફોનમાં ભારતીય નેવિગેશન સિસ્ટમ ‘NaVIC’ની સુવિધા મળી શકે છે. શાઓમીના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ મનુકુમાર જૈને ટ્વીટ કરીને આ સંકેત આપ્યા છે. મનુકુમારે ISROના ચીફ ડો. કે. સિવનને ‘રેડમી K20 પ્રો’ સ્માર્ટફોનની ભેટ આપી છે.
NaVIC
ઇન્ડિયન રીઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમનું સંક્ષિપ્ત નામ ‘NaVIC’ છે. ISROના જણાવ્યા અનુસાર ‘NaVIC’ને જમીન, હવા અને સમુદ્રી વિસ્તારોના નેવિગેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વાહન ટ્રેકિંગ અને ફ્લીટ (વિવિધ પ્રકારના વાહનો) મેનેજમેન્ટ સહિત મોબાઈલ ફોન સાથેના એકીકરણ માટે વિકસાવવામાં આવ્યું છે.
આ સિસ્ટમ યુઝર્સને સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ (SPS) અને રિસ્ટ્રિક્ટેડ સર્વિસ આપે છે, જે માત્ર ઓથોરાઈઝ્ડ યુઝરને ઈન્ક્રિપ્ટેડ સર્વિસનાં માધ્યમથી મળે છે. ‘NaVIC’ પ્રાઈમરી સર્વિસ એરિયાના 20 મીટર ક્ષેત્રની તમામ જાણકારી અને ચોક્કસ પોઝિશન જણાવે છે.
‘રેડમી K30 પ્રો’
ટેક વેબસાઈટ ગિઝમોચાઇનાના એક રિપોર્ટ મુજબ, ‘રેડમી K30’નાં અપગ્રેડેડ વર્ઝનનાં આ ફોનમાં 5G સપોર્ટ અને 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે. આ રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં ચીનમાં લોન્ચ થઈ શકે છે.
આ રિપોર્ટ મુજબ સ્માર્ટફોનમાં પૉપ સેલ્ફી કેમેરા અને 4,700mAhની બેટરી મળશે. ચીનમાં લોન્ચ થયેલા ‘રેડમી K30’ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે જ્યારે પ્રો વર્ઝનમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/380AT72
No comments:
Post a Comment