
ગેજેટ ડેસ્કઃ અમેરિકાની સ્માર્ટવોચ મેકર Skagen એ ભારતમાં તેની લેટેસ્ટ સ્માર્ટવોચ ‘ફાલસ્ટર 3’ લોન્ચ કરી છે. તેની કિંમત 21,995 રૂપિયા છે. આ સ્માર્ટવોચમાં ગૂગલની Wear ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ વોચ સ્વિમપ્રૂફ છે. કોલિંગ માટે વોચમાં સ્પીકર પણ આપવામાં આવ્યું છે.
‘ફાલસ્ટર3’ સ્માર્ટવોચનાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- વોચમાં 1.3 ઇંચની વોટરપ્રૂફ ડિસ્પ્લે આપવામાં આવી છે.
- આ વોચમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 3100 પ્રોસેસર અને 1GBની રેમ આપવામાં આવી છે.
- વોચમાં હાર્ટ રેટ ટ્રેકિંગ, ગૂગલ પે, GPS, ગુગલ પ્લે સ્ટોર સહિત અનેક પ્રિ-ઇન્સ્ટોલ્ડ એપ અને ફીચર આપવામાં આવ્યાં છે. આ સિવાય યુઝર અન્ય થર્ડ પાર્ટી એપ્સ પણ ઇન્સ્ટોલ કરી શકે છે.
- આ સ્માર્ટવોચ મેગ્નેટિક ચાર્જર સાથે આવે છે. સિંગલ ચાર્જ પર તે 24 કલાક નું બેકઅપ આપે છે.
- આ વોચ કોલિંગ રિસીવર ફીચર સપોર્ટ કરે છે.
- વોચનાં સ્પીકરનો ઉપયોગ ગૂગલ અસિસ્ટન્ટ એક્સેસ, નોટિફિકેશન, અલાર્મ, થર્ડ પાર્ટી એપ્સ અને મ્યૂઝિક માટે કરી શકાય છે.
- આ વોચ iOS 10 અને તેનાં ઉપરનાં તમામ વર્ઝનનાં ડિવાઇસ અને એન્ડ્રોઇડ 6 અને તેનાં ઉપરનાં તમામ વર્ઝનનાં ડિવાઇસ સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3a99t0C
No comments:
Post a Comment