Saturday, 29 February 2020

ભારતમાં હુવાવે ‘પ્રીમિયમ M-સીરિઝ’ ટેબલેટ લોન્ચ કરશે, કિંમત રૂ. 2500 સુધી હશે

ગેજેટ ડેસ્ક. ચાઈનીઝ ટેક કંપની હુવાવે ભારતમાં પોતાનું પ્રીમિયમ ટેબલેટ લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તેને માર્ચમાં પહેલા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. તે કંપનીનું ફ્લેગશિપ ટેબલેટ હશે જે માર્કેટમાં ઉપલબ્ધ એપલના એન્ટ્રી લેવલ 9.7 ઈંચના આઈપેડની સાથે લેનોવો, સેમસંગના પ્રીમિયમ ટેબલેટને ટક્કર આપશે. તેની કિંમત 20 હજારથી 25 હજાર રૂપિયાની વચ્ચે રહેશે. તે અપકમિંગ પ્રોડક્ટ હુવાવે ‘M-સીરિઝ’ ટેબલેટ તરીકે લોન્ચ થઈ શકે છે.

ચીનમાં શરૂઆતી કિંમત 22,500 રૂપિયા
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હુવાવે M6 ટેબલેટ પોર્ટફોલિયોને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તે ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેના બેઝ મોડેલમાં 8.4 ઈંચની ડિસ્પ્લે અને કિરિન 980 પ્રોસેસર છે. તેની કિંમત 2,500 રૂપિયા છે. બીજા મોડેલમાં 10.8 ઈંચની ડિસ્પ્લે છે, જે કિરિન 980 પ્રોસેસરથી સજ્જ છે.

સ્પેસિફિકેશન
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, હુવાવે M-સીરિઝ ટેબલેટમાં ઈન-બિલ્ટ હરમન કાર્ડ ક્વાડ સ્પીકર સિસ્ટમથી સજ્જ છે. તેમાં પાવરફૂલ મેમરી સિસ્ટમ અને મોટી ડિસ્પ્લે મળશે. ટેબલેટમાં સ્ટાઇલસ સપોર્ટ પણ મળશે, સ્ટાઇલસ અને ટેબલેટ બંને જ મેટાલિક બોડીમાં મળી શકે છે. જો કે, ભારતીય માર્કેટમાં હુવાવેની હરીફ એપલ જ નહીં પણ લેનોવો અને સેમસંગ જેવી બ્રાન્ડ્સ પણ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા 10 ક્વાર્ટરમાં ટેબલેટ માર્કેટમાં લેનોવો સૌથી આગળ છે, ત્યારબાદ સેમસંગ અને આઈબોલનો નંબર આવે છે. પ્રીમિયમ સેગમેન્ટની વાત કરીએ તો, એપલ તે સેગમેન્ટમાં લીડર છે. અત્યારે સુધી તે પુષ્ટિ થઈ નથી કે, હુવાવે M-સીરિઝ ટેબલેટમાં ગુગલ મોબાઈલ સર્વિસ મળશે કે નહીં, પરંતુ એવી શક્યતા છે કે તે એન્ડ્રોઈડ OS પર કામ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei will launch a premium M-Series tablet in India, priced at Rs. Can be up to 2500


from Divya Bhaskar https://ift.tt/2I84ocG

No comments:

Post a Comment