
લોકડાઉનને ધ્યાનમાં રાખીને BSNL અને એરટેલ બાદ હવે રિલાયન્સ જિઓ અને વોડાફોનઆઈડિયાએ પણ પ્રિપેઈડ પ્લાનની વેલિડિટીમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિઓએ ફ્રી કોલિંગ અને વોડાફોન-આઈડિયાએ ફ્રી 10 રૂપિયાના ટોકટાઈમની જાહેરાત કરી છે.
રિલાયન્સ જિઓ
રિલાયન્સ જિઓએ એક્સટ્રા મિનિટ અને ફ્રી SMSની જાહેરાત કરી છે. જિઓફોન યુઝર્સને આ સેવાનો લાભ મળશે. તે અંતર્ગત જિઓફોન યુઝર્સને 17 એપ્રિલ સુધી ફ્રી 100 મિનિટ કોલિંગ અને 100 SMS મળશે. આ સિવાય કોઈ પણ બેલેન્સ વગર પણ ઈનકમિંગની સુવિધા મળશે.
ATM મશીનથી રિચાર્જ
આ અગાઉ જિઓએ ATM મશીનથી રિચાર્જ કરવાની સુવિધાની જાહેરાત કરી હતી. તેમાં યુઝર્સે ATMમાં મોબાઈલ નંબર, રિચાર્જ પ્લાન સબમિટ કરવાનો રહેશે. રિચાર્જની અમાઉન્ટ યુઝર્સનાં બેંક અમાઉન્ટમાંથી કપાઈ જશે. તે માટે કંપનીએ SBI, HDFC અને ICICI બેંક સાથે પાર્ટનરશિપ કરી છે.
વોડાફોન-આઈડિયા
વોડાફોન-આઈડિયાએ ફીચર્સ ફોન ઉપયોગ કરી રહેલા લૉ-ઈન્કમ યુઝર્સ માટે પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી 17 એપ્રિલ સુધી કરી છે. સાથે જ કંપનીએ 10 રૂપિયાના ફ્રી ટોકટાઈમ આપવાની પણ જાહેરાત કરી છે. આ સાથે જ વોડાફોન-આઈડિયાના તમામ યુઝર્સ કોઈ પણ રિચાર્જ પ્લાન વગર ઈનકમિંગ કોલ સેવાનો લાભ ઊઠાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ટેલિકોમ અથોરિટીએ તમામ ટેલિકોમ કંપનીને વેલિડિટી વધારી શક્ય તેટલી મદદ કરવાની રજૂઆત કરી છે. તેનો સ્વીકાર કરી એરટેલ, વોડાફોન-આઈડિયાએ વેલિડિટીમાં વધારો કરી અન્ય સર્વિસ આપવાની જાહેરાત કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2R2eJvM
No comments:
Post a Comment