Tuesday, 31 March 2020

એરટેલ અને BSNL યુઝર્સ આનંદો: પ્રિપેઈડ પ્લાનની વેલિડિટીમાં વધારો, BSNL યુઝર્સને 10 રૂપિયાનું ટોકટાઈમ પણ મળશે

ગેજેટ ડેસ્ક: દેશભરમાં કોરોનાવાઈરસને લીધે 14 એપ્રિલ સુધીલોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અનેક લોકો પોતાના ઘર-પરિવારથી વિખૂટા પડ્યા છે. પરિવાર સાથે સંપર્ક કરવા ટેલિકોમ સેવાઓની આવશ્યકતા વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. સરકારની માલિકીની ટેલિકોમ કંપની BSNL અને પ્રાઈવેટ કંપની એરટેલે તેના પ્રેપેઈડ પ્લાનની વેલિડિટીમાં વધારો કર્યો છે. આ સેવાનો લાભ લૉ- એવરેજ રેવન્યુ પર યુનિટ ગ્રાહકોને મળશે.

સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના પ્રિપેઈડ યુઝર્સ માટે વેલિડિટીમાં 20 એપ્રિલ સુધી વધારાની જાહેરાત કરી છે. આ સાથે જ કંપનીએ ઝીરો બેલેન્સ હોવા પર એડિશલ 10 રૂપિયાનું ટોકટાઈમ આપવાની પણ જાહેરાત કરી છે. આ સેવાનો લાભ MTNL યુઝર્સને પણ મળશે. સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

એરટેલ કંપનીએ પણ લોકડાઉનને ધ્યાનમાં રાખતા ટોકટાઇમ પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી છે. જોકે કંપનીએ એડિશન ટોકટાઈમ આપવાની કોઈ જાહેરાત નથી કરી.

ઉલ્લેખનીય છે કે સોમવારે ટેલિકોમ અથોરિટીએ દેશની તમામ ટેલિકોમ કંપનીઓને વેલિડિટી પિરિયડ વધારવા માટે પૂછ્યું હતું. સરકારી કંપની BSNL અને એરટેલે તેને લાગુ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
good news for Airtel and BSNL users, validity of the prepaid plan is extended due to lockdown, BSNL users will get Rs 10 talktime


from Divya Bhaskar https://ift.tt/3dJ29LG

No comments:

Post a Comment