Monday, 30 March 2020

સેમસંગ ‘ગેલેક્સી M11’ લોન્ચ થયો, ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 5,000 mAh બેટરી મળશે

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ‘M’ સિરીઝનો લેટ્સ્ટ સ્માર્ટફોન ‘ગેલેક્સી M11’ લોન્ચ કર્યો છે. કંપનીની UAEની વેબસાઈટ પર ફોન લિસ્ટ થયો છે. ફોનનાં કેટલાક જ સ્પેસિફિકેશન રિલીઝ કરવામાં આવ્યાં છે. આ સ્માર્ટફોનને ગેલેક્સી M10sનાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. વેબસાઈટ પર ફોનનું 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યું છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ફોનનાં બ્લેક, મેટાલિક બ્લૂ અને વાયલટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે

સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં LTE ,બ્લુટૂથ 4.2, વાઈફાઈ b/g/n, GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડ સપોર્ટ મળશે. જોકે આ ફોનને ભારત સહિત ગ્લોબલી ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.

‘ગેલેક્સી M11’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.4 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ LCD HD+ વિથ ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પલે
OS એન્ડ્રોઈડ
પ્રોસેસર ઓક્ટાકોર
રિઅર કેમેરા 13MP + 5MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
રેમ 3GB
સ્ટોરેજ 32GB

બેટરી

5,000 mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

197 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung 'Galaxy M11' launches, triple rear camera setup and gets 5,000 mAh battery


from Divya Bhaskar https://ift.tt/39sm0Lx

No comments:

Post a Comment