
ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ફોન મેકર વન પ્લસ તેની ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ 14 એપ્રિલે ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સિરીઝનાં સ્માર્ટફોનમાં ‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો’ સામેલ છે.
સ્પેસિફિકેશન
આ સિરીઝના કેટલાક સ્પેસિફિકેશન કંપનીના CEO pete lauએ જાહેર કર્યા હતા. તે મુજબ ફોનમાં 5G સપોર્ટ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ફ્લુઈડ ડિસ્પ્લે મળશે. 5G સપોર્ટ હાલ માત્ર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરમાં જ સપોર્ટ કરે છે. તેથી એ વાત પણ કન્ફર્મ છે કે આ સિરીઝના સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વન પ્લસ 8માં 6.5 અને વન પ્લસ 8 પ્રોમાં 6.65 ઇંચની ડિસ્પ્લે મળશે. બંને ફોનમાં QHD (ક્વાડ હાઈ ડેફિનેશન) ડિસ્પ્લે મળશે. આ સિરીઝના ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.
આ સિરીઝના વન પ્લસ 8 ફોનનાં 6GB+128GB, 8GB+128GB અને 12GB+256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ સિરીઝના ફોન સાથે કંપની વન પ્લસ 8 લાઈટ વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2vZVtaQ
No comments:
Post a Comment