
કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે સોશિયિલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. તેવામાં લોકોને ગેરસમજ ઊભી ન થાય અને ફેક મેસેજિસનો ફેલાવો ન થાય તે માટે વ્હોટ્સએપે ફોરવર્ડેડ મેસેજ સેન્ડ કરવાની લિમિટ માત્ર 1 જ યુઝરની કરી હતી. આ જાહેરાતના 15 દિવસ બાદ ફોરવર્ડેડ મેસેજમાં 70%નો ઘટાડો નોંધાયો છે.
વ્હોટ્સએપના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વ્હોટ્સએપ વાઈરલ મેસેજિસ મેસેજ પર રોક લગાવા માટે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ ફોરવર્ડ મેસેજ શેર કરવાની લિમિટને 1 વ્યક્તિ માટે કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્લોબલી ફોરવર્ડેડ મેસેજિસ સેન્ડ કરવામાં 70%નો ઘટાડો થયો છે.
થોડા દિવસ અગાઉ જ વ્હોટ્સએપે આ લિમિટ સેટ કરી હતી. તેના પહેલાં ફોરવર્ડ મેસેજ સેન્ડ કરવાની લિમિટ 5 યુઝર્સ માટે હતી. 5 યુઝર્સની લિમિટ સેટ કર્યા બાદ ગ્લોબલી ફોરવર્ડ મેસેજ સેન્ડ કરવામાં 25%નો ઘટાડો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે દેશના IT મંત્રાલયે ફેસબુક, બાઈટડાન્સ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફેક ન્યૂઝ ન ફેલાય તે માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યારબાદ વ્હોટ્સએપે તેને સ્વીકારી ન માત્ર ભારત પરંતુ ગ્લોબલી ફોરવર્ડ મેસેજ સેન્ડ કરવાની લિમિટમાં ઘટાડો કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eZCXkq
No comments:
Post a Comment