Tuesday, 28 April 2020

સેમસંગનો સૌથી સસ્તો સ્માર્ટફોન ‘ગેલેક્સી J2 Core’ (2020) ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 6299

કોરિયન ટેક કંપની સેમસંગે તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી J2 Core’ (2020) ભારતમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 6299 રૂપિયા છે. ફોનમાં એન્ડ્રોઈડ 8.1 Oreo વિથ ગો ઓપરેટિંગ સિસ્ટમ અને એક્સીનોસ 7570 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેનું સિંગલ 1GB + 16GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેનાં બ્લૂ, બ્લેક અને ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. અત્યાર સુધી સેમસંગનો 8,980 રૂપિયાનો Galaxy A10s કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન હતો પરંતુ હવે ‘ગેલેક્સી J2 Core’ સસ્તો સ્માર્ટફોન બન્યો છે.

‘ગેલેક્સી J2 Core’નાં બેઝિક ફીચર્સ

ફોનમાં ડ્યુઅલ નેનો સિમકાર્ડ અને એડિશનલ મેમરી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ v4.2, GPS/ A-GPS, માઈક્રો-USB અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

આ ફોનનું લિસ્ટિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવ્યું છે. લોકડાઉન બાદ સેમસંગના સ્ટોર્સ પર ઓફલાઈન વેચાણ કરવામાં આવશે. ગ્રાહકોને EMIની સુવિધા પણ મળશે.

સેમસંગ ‘ગેલેક્સી J2 Core’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

5 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

540x960 પિક્સલ LCD

OS

એન્ડ્રોઈડ 8.1 Oreo

પ્રોસેસર

એક્સીનોસ 7570

રિઅર કેમેરા

8MP

ફ્રન્ટ કેમેરા

5 MP

રેમ

1GB

સ્ટોરેજ

16GB

બેટરી

2,600mAh

વજન

154 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's cheapest smartphone 'Galaxy J2 Core' (2020) launched in India, priced at 6299


from Divya Bhaskar https://ift.tt/2W4nI19

No comments:

Post a Comment