Monday, 27 April 2020

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેની લેટેસ્ટ ઓપેરેટિંગ સિસ્ટમ MIUI 12 લોન્ચ કરી

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ તેની લેટેસ્ટ ઓપેરેટિંગ સિસ્ટમ MIUI 12 લોન્ચ કરી છે. ‘Mi 10 યૂથ એડિશન’5G સ્માર્ટફોનનાં લોન્ચિંગ સાથે તેને લોન્ચ કરવામાં આવી છે. જોકે હાલ આ ઓપરેટિંગ સિસ્ટમને ચીનમાં જ લોન્ચ કરવામાં આવી છે. ગ્લોબલી તેને જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમમાં નવો ડાર્ક મોડ, હેલ્થ એપ અને વધારે સિક્યોર્ડ પ્રાઈવસી કન્ટ્રોલ્ડ ફીચર મળશે.

MIUI 12માં ડાર્ક મોડ 2.0 મળશે

શાઓમીના MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમમાં ડાર્ક મોડ સપોર્ટ કરે જ છે પરંતુ કંપનીએ MIUI 12માં એડવાન્સર ડાર્ક મોડ 2.0 આપ્યો છે. તેમાં વોલપેપર ડિમિંગ અને ફન્ટ ટેક્સ્ટ એડ્જસ્ટમેન્ટ મળશે.

નવી ઓપરેટિંગ સિસ્ટમમાં લાઈવ વોલપેપરને યુઝર ઝૂમ કરી શકશે.

MIUI 12માં સ્મોલ એપ પ્રિવ્યુ જોઈ શકાશે.

કંપનીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં ન્યૂ નોટિફિકેશન મેનેજમેન્ટ જોવા મળશે.

નવી ઓપરેટિંગ સિસ્ટમમાં સિક્યોરિટીને પણ સ્થાન મળ્યું છે. કોઈ એપ પરમિશન એબ્યુઝિંગ હશે તો યુઝરને નોટિફિકેશન મળી જશે.

આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં AI (આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સ) ફીચર પણ મળશે.

મોસ્ટ અવેઈટેડ Mi હેલ્થ ફીચરને MIUI 12માં સ્થાન મળ્યું છે. આ ફીચર સ્લીપ મોનિટર કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chinese tech company Xiaomi has launched its latest operating system MIUI 12


from Divya Bhaskar https://ift.tt/3aDN8YR

No comments:

Post a Comment