
કોરોનાવાઈરસના કારણે દુનિયાભરમાં લોકડાઉનની સ્થિતિ છે. વર્ક ફ્રોમ હોમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવી રહ્યું છે. તેથી મોટાભાગની કંપનીઓના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મીટિંગ અનેકોમ્યુનિકેશન ચાલુ રાખવા માટે વીડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એક વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમને લોકો વધારે પસંદ કરી રહ્યા છે. તેમાં એક સાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. પરંતુ આ એપ પર યુઝર્સના પર્સનલ ડેટા ચોરી કરી ફેસબુક સહિત અન્ય કંપનીઓ સાથે ગેરકાયદેસર રીતે શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોમવારે કેલિફોર્નિયાની એક અદાલતમાં ઝૂમની વિરુદ્ધ કેસ દાખલ થયો. અદાલતમાં સુનાવણી દરમિયાન, કંપની મંજૂરી વિના ફેસબુક અને અન્ય કંપનીઓ સાથે યુઝર્સના ડેટા કેમ શેર કરતી હતી તે સમજાવવામાં નિષ્ફળ ગઈ.
ક્લાઈન્ટના ઈ-મેલ એડ્રેસ લીક થઈ રહ્યાછે
ટેકક્રંચ વેસાઈટના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેના વીડિયો કોલ એન્ડ-ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી, એટલે કે વચ્ચેથી જ પ્રાઈવેસી લીક થઈ શકે છે. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, ઝૂમ ક્લાઈન્ટના ઈ-મેલ એડ્ર્સ લીક કરી રહી છે. પ્રાઈવેસી લીકિંગના ડરથી એપલને તેના લાખો મેક કમ્પ્યુટર્સને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવી પડી હતી. ઈલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશને તાજેતરમાં ચેતવણી આપી હતી કે આ એપ એડમિનિસ્ટ્રેટરને લોકોની ગતિવિધીઓને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. ઝૂમ પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે યુઝર્સની ટેવ વિશે ચોરી છૂપે ફેસબુકને ડેટા મોકલી રહી છે. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, તે ios,એન્ડ્રોઈડ ઓપન કરવા પર ફેસબુકને નોટિફાઈ કરે છે. આ રીતે ફેસબુક સુધી ડેટા લીક થઈ જાય છે. આ આરોપ બાદ ઝૂમના ફાઉન્ડરનું કહેવું છે કે, કંપની તે ફીચરની સમીક્ષા કરી રહી છે જે યુઝરના ડેટા ફેસબુકની સાથે શેર કરવામાં આવી રહ્યા છે. જો કે, હવે કંપનીએ ફેસબુકની સાથે ડેટા શેર કરવામાં આવતા આ ફીચરને હટાવી દીધું છે.
ભારતમાં ઝૂમ એપ 10 કરોડ વખત ડાઉનલોડ થઈ
એપ ડેટા પર કામ કરનારી કંપની એપ એન્ની એક રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 14 માર્ચથી 21 માર્ચની વચ્ચે સમગ્ર વિશ્વમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગ એપ 6.20 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. વર્ષ 2019મા સાપ્તાહિક સરેરાશ બિઝનેસએપ ડાઉનલોડિંગ કરતા તે 90 ટકા વધારે છે. તે ios અને ગૂગલ પ્લેટ સ્ટો પર કોઈપણ એપ કેટેગરીમાં આ અત્યાર સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ છે. ડાઉનલોડિંગમાં મુખ્યત્વે ગૂગલની હેન્ગઆઉટ મીટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ ક્લાઉડ મીટિંગ્સ છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી અને માર્ચમા સૌથી વધારે ઝૂમ વીડિયો કોન્ફરન્સિંગ એપ ડાઉનલોડ થઈ છે. ભારતમાં તે ઝડપથી ગ્રોથ કરતા ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. 14થી 21 માર્ચના રેકોર્ડ સપ્તાહમાં તે અમેરિકામાં આ આ ક્વાર્ટરમાં સરેરાશ સાપ્તાહિક ડાઉનલોડ કરતા 14 ગણી વધારે ડાઉનલોડ થઈ છે. બ્રિટનમાં સાપ્તાહિક સરેરાશ 20 ગણી, ફ્રાન્સમાં 22 ગણી, જર્મનીમાં 17 ગણી, સ્પેનમાં 27 ગણી અને ઈટાલીમાં 55 ગણી ડાઉનલોડ થઈ છે.
શું છે ઝૂમ
ઝૂમ એક ફ્રી વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. તેના દ્વારા યુઝર એક વખતમાં વધારેમાં વધારે 50 લોકો સાથે વાત કરી શકે છે. એપનો યુઝર ઈન્ટરફેસ સરળ છે જેના કારણે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. એપમાં વન-ટૂ વન મીટિંગ અને 40 મિનિટ સુધી ગ્રુપ કોલિંગની સુવિધા પણ છે. તે ios અને ગૂગલ પ્લે સ્ટોર બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ઝૂમના ફાઉન્ડર યુઆનના અમેરિકાએ આઠ વખત વિઝા કેન્સલ કર્યા છે
ઝૂમ એપની લોકપ્રિયતાની સાથે તેના ફાઉન્ડર એરિક યુઆન પણ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. જો કે, કોરોનાના સંકટની વચ્ચે યુઆન પણ ચીનના છે પરંતુ હવે અમેરિકન છે. યુઆનના વિઝા એપ્લિકેશનને અમેરિકાએ આઠ વખત નામંજૂર કરી છે. નેવુંના દાયકામાં એરિકે પહેલી વખત બિલ ગેટ્સને ઈન્ટરનેટ વિશે બોલતા સાંભળ્યા હતા. ત્યારથી તેઓ આ ફિલ્ડમાં આકર્ષિત થયા હતા. તેમને કમ્પ્યુટર કોડિંગની સ્કિંલના દમ પર 1997માં તેમણે વીડિયો કોન્ફરન્સિંગ સોફ્ટવેર કંપની વેબએક્સમાં એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. યુઆનએ 2011માં 40 એન્જિનિયરોની સાથે તેમની પોતાની કંપની શરૂ કરી અને ઝૂમને લોન્ચ કરી. કંપનીમાં 2018 સુધી 1700 કર્મચારી હતા અને કંપનીની આવક 33 કરોડ ડોલરને પાર કરી ગઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bL3cZC
No comments:
Post a Comment