Friday, 3 April 2020

આસુસે બે સ્ક્રીનવાળું ગેમિંગ લેપટોપ‘Zephyrus ડ્યૂઓ 15’ લોન્ચ કર્યું, તેની 14 ઈંચ નાની ટચસ્ક્રીનમાં ગેમ રમતી વખતે ચેટ કરી શકાશે

આસુસે પોતાનું ડ્યુઅલ સ્ક્રીન ગેમિંગ લેપટોપ રોગ ‘Zephyrus ડ્યૂઓ 15’ લોન્ચ કરી દીધુંછે. આ નવા કોર i9-10980HK CPU (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ) અને જીફોર્સ RTX 2080 સુપર GPU ( ગ્રાફિક્સ પ્રોસેસીંગ યુનિટ)થી સજ્જ છે. તેની વિશેષતા એ છે કે તેમાં બે સ્ક્રીન મળશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને ખાસ કરીને ગેમર અને તેવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યું છે જે વીડિયો સ્ટ્રીમિંગ, ચેટ એપ્સ, ગેમ ગાઈડ અને મલ્ટી ટાસ્કિંગ માટે એકથી વધારે સ્ક્રીનનો ઉપયોગ કરે છે. તેમાં એક્ટિવ એરોડાયનેમિક કુલિંગ સિસ્ટમ અને ઓપ્શનલ 300 હર્ટ્ઝ ફૂલ HD સ્ક્રીન છે.

આસુસ રોગ Zephyrus ડ્યુઓ 15 લેપટોપની વિશેષતા

  • તેમાં 15.6 ઈંચની પ્રાઈમરી ડિસ્પ્લે છે, જેમાં 4K@60 હર્ટ્ઝ અને ફૂલ HD@300 હર્ટ્ઝનાં રિઝોલ્યુશન ઓપ્શન છે
  • બીજી સ્ક્રીન 14 ઈંચની છે, જે કીબોર્ડની ઉપર જ લગાવવામાં આવી છે. તેમાં 3840x1100 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ છે.
  • પ્રાઈમરી ડિસ્પ્લેમાં ટચ સપોર્ટ નથી પણ જ્યારે સેકેન્ડરી સ્ક્રીન ટચ સેન્સેટિવ છે. તેને 13 ડિગ્રી સુધી ઉપર ઉઠાવી શકાય છે, જેનાથી સારી વિઝિબિલિટી મળે છે.
  • તેમાં 210mm પાતળી અને 2.4 કિલો વજનના આ લેપટોપમાં 16GB રેમ મળે છે. જો કે તેમાં આપવામાં આવેલ SODIMM સ્લોટના કારણે તેને 32GB સુધી વધારી શકાય છે. તેમાં 90Wh બેટરી છે, જેને ચાર્જ કરવા માટે લેપટોપની સાથે 240W ચાર્જર આપવામાં આવ્યું છે. હાલમાં તેની કિંમતની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેનું વેચાણ મે 2020 સુધીમાં શરૂ થશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Asus launches 'Zephyrus Duo 15', a two-screen gaming laptop that can be chatted while playing the game in its 14-inch small touchscreen.


from Divya Bhaskar https://ift.tt/3bZBQPN

No comments:

Post a Comment