Friday, 3 April 2020

શાઓમીની ‘Mi બની વોચ 4’ લોન્ચ; તેને બાળકો માટે ડિઝાઈન કરવામાં આવી છે, તેમાં બે કેમેરા છે જેથી માતા-પિતા બાળકો પર નજર રાખી શકશે

ચીનની કંપની શાઓમીએ ચીનમાં 8 દિવસ બેટરી લાઈફ અને ડ્યુઅલ કેમેરાવાળી સ્માર્ટવોચ Mi બની વોચ 4 લોન્ચ કરી દીધી છે. તે ખાસ કરીને બાળકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. તે ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. તેમાં 4G કનેક્ટિવિટી સપોર્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યા છે. તેના સાઈડમાં કેમેરા લગાવવામાં આવ્યો છે, જેના કારણે અન્ય સ્માર્ટવોચની સરખામણી થોડી જાડી છે. તે એઆઈ સૈફ પોઝિશનિંગ ફીચર્સથી સજ્જ છે, તેની મદદથી પેરેન્ટ્સ તેમના બાળકોના લોકેશન વિશે જાણી શકે છે. ચીનમાં તેની કિંમત 9,600 રૂપિયા છે. તે બે કલર પિંક અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.


Mi બની વોચ4 સ્માર્ટવોચઃ સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • વોચમાં 1.78 ઈંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 2.5D કર્વ્ડ ગ્લાસ સ્ક્રીન છે, જેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
  • વોચમાં એનએફસી, વાઈ-ફાઈ, 4G સપોર્ટ, સ્પીકર્સ અને માઈક્રોફોન જેવા ક્નેક્ટિવિટી ફીચર્સ છે.
  • તે વોટર રેઝિસ્ટન્ટ છે. 20 મીટર ઉંડા પાણીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. 296 ગ્રામ વજનની આ વોચમાં 920mAh બેટરી લગાવવામાં આવી છે.
  • તેમાં બે કેમેરા છે. 5 મેગાપિક્સલનો એક કેમેરા વોચ ફેસ પર લગાવવામાં આવ્યો છે, જેનાથી વીડિયો કોલિંગ કરી શકાય છે. જ્યારે 5 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા વોચની સાઈડમાં લગાવવામાં આવ્યો છે, જેનાથી માતા-પિતા બાળકોની આસપાસની વસ્તુઓ પર નજર રાખી શકશે.
  • તેમાં એઆઈ સૈફ પોઝિશનિંગ ફીચર્સ છે. વોચમાં દેશનાં 4000 શોપિંગ મોલ, રેલવે સ્ટેશન, એરપોર્ટના ડેટાબેઝ સ્ટોર છે, જેનાથી બાળકો કઈ જગ્યાએ તેની જાણકારી મેળવી શકાય છે.
  • તેમાં બિલ્ટ-ઈન વોઇસ અસિસ્ટન્ટ સપોર્ટ મળે છે, જેનાથી યુઝર બોલીને અલાર્મ સેટ કરી શકે છે અને મ્યુઝિક પ્લે કરી શકે છે. તેમાં અંગ્રેજી ભાષા પણ શીખી શકાય છે. તે ઉપરાંત તેમાં ઘણી એપ્સ પણ તેમાં સપોર્ટેડ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi launches 'Mi Bin Watch 4'; It is designed for children, it has two cameras so parents can keep an eye on the children


from Divya Bhaskar https://ift.tt/3dW39Mi

No comments:

Post a Comment