
દેશભરમાં કોરોનાવાઈરસના કેસનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. હાલ આ વાઈરસની કોઈ રસી કે દવા વિકસવવામાં આવી નથી. તેથી તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. કોરોનાવાઈરસથી બચવા માટે મહારાષ્ટ્રના વિરારમાં રહેતા 14 વર્ષીય હર્ષ ચોધરીએ એક ખાસ પ્રકારનો હેન્ડ બેન્ડ વિકસાવ્યો છે. આ બેન્ડ વાંરવાર હાથને ચહેરમાં પર અડવા પર રોકે છે સાથે જ તે હવામાં રહેલાં કોરોનાવાઈરસનો નાશ કરે છે. આ અનોખા ડિવાઈસનો પ્રસ્તાવ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યો છે.
યુઝર કોઈ વ્યક્તિ સાથે હાશ મિલાવશે તો બઝર વાગશે
આ બેન્ડમાં લગાડેલા સેન્સર યુઝર કોઈ વ્યક્તિ સાથે હાશ મિલાવે અથવા પોતાના ચહેરાંને અડે તો બઝર સાઉન્ડ કરે છે. બઝરથી યુઝરને આભાસ થશે અને તેની પ્રવૃતિ પર રોક લગાવશે. જો યુઝરને બઝર સાઉન્ડ ન ગમતો હોય તો તેમાં રહેલાં વાઈબ્રેટ મોડનો ઉપયોગ કરી શકે છે.
બેન્ડ કોરોનાવાઈરસનો નાશ પણ કરે છે
બેન્ડમાં ઈલેક્ટ્રોનેગેટિવ આયોનાઈઝેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં રહેલાં હાઈડ્રોક્સાઈડ આયન્સ હવામાં રહેલા કોરોનાવાઈરસનો નાશ કરે છે. આ ડિવાઈસ વોટરપ્રૂફ છે તેથી યુઝર તેનો ઉપયોગ હાથ ધોતી વખતે પણ કરી શકે છે.
ભંગારમાંથી બેન્ડ તૈયાર કર્યો
હર્ષે આ ડિવાઈસ તેના ઘરમાં રહેલાં ભંગારમાંથી બનાવ્યું છે. બઝર સ્વિચ, બટન સેલ, ટિલ્ટ , સેન્સર, એલ્યુમિનિયમ ફોઈલ, પ્લાસ્ટિક ટ્યુબિંગ સહિતના મટિરિયલ્સનો ઉયયોગ કરી આ બેન્ડ તૈયાર કર્યો છે. હર્ષના જણાવ્યા અનુસાર, લોકડાઉન લાગુ હોવાથી તેણે ઘરમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી આ બેન્ડ બનાવ્યો છે.
બેન્ડની કિંમત 90 રૂપિયા છે
આ બેન્ડની કિંમત 90 રૂપિયા છે. હર્ષનો પ્લાન આ બેન્ડનું વધારે ઉત્પાદન કરવાનો છે. જો તેના પ્રોજેક્ટને મંજૂરી મળશે તો તે 40 રૂપિયામાં એક બેન્ડનું વેચાણ કરશે.
હર્ષે વેન્ટિલેટેડ માસ્ક પણ બનાવ્યું છે
હર્ષે વેન્ટિલેટેડ માસ્ક વિકસાવ્યું છે. તેમાં એક ફેન અટેચ કરવામાં આવ્યો છે. આ ફેનથી વ્યક્તિને ઠંડકનો અહેસાસ થાય છે. તાજેતરમાં મેડિકલ સ્ટાફ અને પોલિસકર્મીઓની પર્સનલ પ્રોટેક્ટિવ કિટમાં કોઈ પણ પ્રકારનું વેન્ટિેલેશન નથી. તેનાથી વ્યક્તિને ગરમી લાગે છે અને પરસેવા રૂપી કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં પાછો પ્રેવેશે છે. તેનાથી બચવા માટે હર્ષે વેન્ટિલેટેડ માસ્ક બનાવ્યું છે. તેને પણ મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પાસે મોકલવામાં આવ્યું છે.
હર્ષ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે
હર્ષ વિરારની નેશનલ ઈંગ્લીશ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના પિતા બિઝનેસ કરે છે અને તેની માતા ટીચર છે. હર્ષને એક નાની બહેન પણ છે. હર્ષના પિતાએ પોતાના ઘરમાં એક લેબ વિકસાવી છે. આ લેબમાં જ હર્ષે બેન્ડ બનાવ્યો હતો. લોકડાઉન બાદ લેબને અન્ય વિદ્યાર્થીઓમાટે ખૂલી મૂકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bHOy5T
No comments:
Post a Comment