Monday, 27 April 2020

‘Mi 10 યૂથ એડિશન’5G સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો, 4K વીડિયો રેકોર્ડિંગ અને 4 રિઅર કેમેરા સેટઅપ મળશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ચીનમાં ‘Mi 10 યૂથ એડિશન’5G સ્માર્ટફોન લોન્ય કર્યો છે. આ સ્માર્ટફોન ‘Mi 10’નું લાઈટ વર્ઝન છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G 5G પ્રોસેસર મળશે. ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. આ ફોનમાં 4K વીડિયો સપોર્ટ, 50x ડિજિટલ ઝૂમ સપોર્ટ, ડ્યુઅલ મોડ સસ્પન્શન લિક્વિડ કૂલિંગ સહિતનાં અનેક ફીચર આપવામાં આવ્યાં છે. ફોનનાં બ્લેક સ્કિલ સ્ટ્રોમ, બ્લુબેરી મિન્ટ, મિલ્ક ગ્રીન, પીચ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 4 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ચીનમાં 30 એપ્રિલે ફોનનું વેચાણ શરૂ થશે.

ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ અને કિંમત

6GB + 64GB: 2099 ચીની યુઆન (આશરે 22,500 રૂપિયા)

6GB + 128GB: 2299 ચીની યુઆન (આશરે 24,700 રૂપિયા)

8GB + 128GB: 2499 ચીની યુઆન (આશરે 27,000 રૂપિયા)

8GB + 256GB: 2799 ચીની યુઆન (આશરે 30,000 રૂપિયા)

‘Mi 10 યૂથ એડિશન’5G સ્માર્ટફોનનાં બેઝિક ફીચર

  • આ ફોનમાં 180Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • ફોનનું કેમેરા સેટઅપ 50x પેરિસ્કોપ ઝૂમ, 5x ઓપ્ટિકલ ઝૂમ, 10x હાઈબ્રિડ ઝૂમ સપોર્ટ કરે છે. આ સિવાય સુપર નાઈટ મોડ, આર્ટિફિશિયલ સ્લિમિંગ, પોર્ટ્રેટ, 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ પણ મળે છે.
  • ફોનમાં ડ્યુઅલ મોડ સસ્પન્શન લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી મળે છે, જે ફોનને ગરમ થતાં અટકાવે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, NFC, GPS, વાઈફાઈ, બલુટૂથ અને 3.5mmનો ઓડિયોજેક આપવામાં આવ્યો છે.

‘Mi 10 યૂથ એડિશન’5Gનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.57 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2400 રિઝલ્યુશન

OS

એન્ડ્રોઈડ 10 વિથ MIUI 11

પ્રોસેસર

ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G 5G
રિઅર કેમેરા

48MP + 8MP + 8MP + 2MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

6GB/8GB

સ્ટોરેજ

64GB/128GB/256GB

બેટરી

4,160mAh વિથ 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

વજન

192 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Mi 10 Youth Edition' 5G smartphone launched in China, will get 4K video recording and 4 rear camera setup
'Mi 10 Youth Edition' 5G smartphone launched in China, will get 4K video recording and 4 rear camera setup


from Divya Bhaskar https://ift.tt/2Ybhmjo

No comments:

Post a Comment