
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ‘એપલ મ્યૂઝિક’ એપ તેનાં ટીવી પર સપોર્ટ કરનાર પ્રથમ કંપની બની છે. હવે સેમસંગ સ્માર્ટ ટીવી યુઝર્સ એપલ મ્યૂઝિકનો ઉપયોગ કરી શકશે. 100 દેશોમાં આ સર્વિસ શરૂ કરવાામાં આવી છે. કંપનીએ પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. વર્ષ 2018થી 2020નાં મોડેલ ધરાવતાં ટીવીમાં જ એપલ મ્યૂઝિક એપ સપોર્ટ કરશે.
સેમસંગ સ્માર્ટ ટીવી યુઝર્સ એપલ મ્યૂઝિકનાં માધ્યમથી 6 કરોડ જેટલા એડ ફ્રી સોન્ગ, મ્યૂઝિક, વીડિયો અને આર્ટિસ્ટ પ્લે લિસ્ટનો આંનદ લઈ શકશે. આ સિવાય એપલ મ્યૂઝિક સબક્રાઈબર્સને એપલ બીટ્સના 1 રેડિયો સ્ટેશનના એક્સક્લુઝિવ શૉ પણ જોવા મળશે.
એપલ મ્યૂઝિકના એક્સેસ માટે એપલ આઈડી હોવું જરૂરી
સેમસંગ ટીવી યુઝર્સ પાસે એપલ મ્યૂઝિકનો એક્સેસ કરવા માટે એપલ આઈડી હોવું જરૂરી છે. સેમસંગ ટીવી યુઝર્સ 3 મહિના સુધીનું ફ્રી ટ્રાયલ પણ લઈ શકે છે.
ફ્રી ટ્રાયલ બાદ ઈન્ડુવિડ્યુઅલ અકાઉન્ટ માટે 99 રૂપિયા પ્રતિ માસ, ફેમિલી માટે 149 રૂપિયા પ્રતિ માસ અને સ્ટુડન્ટ્સ માટે 60 રૂપિયા પ્રતિ માસ ફી ભરવાની રહેશે.
એપલ મ્યૂઝિક એક્સેસ કરવાના સ્ટેપ્સ:
- સૌ પ્રથમ યુઝરે સેમસંગ સ્માર્ટ ટીવી એપ સ્ટોરમાં જઈને એપલ મ્યૂઝિક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ એપલ આઈડીથી સાઈન ઈન કરવાનું રહેશે.
- સાઈન ઈન કર્યા બાદ તમામ સબક્રિપ્શન પ્રોસેસ પૂરી કરવાની રહેશે.
- યુઝર અકાઉન્ટ ટાઈપની પસંદગી કરી 3 મહિનોનો ફ્રી ટ્રાયલ લઈ શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S64pDo
No comments:
Post a Comment