Saturday, 25 April 2020

આગામી જૂન મહિનામાં રિઅલમી કંપની તેનું પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કરી શકે છે, ગૂગલ દ્વારા સર્ટિફિકેશન મળ્યું

ચાઈનીઝ ટેક કંપની રિઅમલમી તેનાં પ્રથમ ટીવીનાં લોન્ચિંગની તૈયારીમાં છે. કંપની મિડલરેન્જ સ્માર્ટટીવી લોન્ચ કરશે આ વાત અગાઉ કનફર્મ થયેલી જ છે. તાજેતરમાં જ રિઅલમીના અપકમિંગ ટીવીને ગૂગલ દ્વારા સર્ટિફિકેશન મળ્યું છે. એન્ડ્રોઈડ ટીવી રૂમરે ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

કંપની શાઓમી સહિતની અનેક કપનીઓને ધ્યાનમાં રાખી મિડિલરેન્જ સ્માર્ટટીવી લોન્ચ કરશે. તેની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ ટીવી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર સહિતના OTT પ્લેટફોર્મ સહિત સ્માર્ટ એપ્સ પણ સપોર્ટ કરશે.

રિઅલમી ટીવીનાં વેરિઅન્ટ અને સ્પેસિફિકેશન

  • રિઅલમનું સ્માર્ટ ટીવી 32 ઈંચથી લઈ 65 ઈંચની રેન્જમાં લોન્ચ થશે. તેમાં 40 ઈંચ, 43 ઈંચ, 50 ઈંચ, 55 ઈંચ સહિતનાં વેરિઅન્ટ સામેલ છે. ગૂગલ દ્વારા સર્ટિફિકેશન મળતા એ વાત કન્ફર્મ છે કે અપકમિંગ ટીવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
  • ટીવીમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ColorOS 7 સપોર્ટ પણ આપી શકે છે.
  • સ્માર્ટ ટીવી સાથે કંપની રિમોર્ટ પણ લોન્ચ કરશે. આ રિમોર્ટમાં પણ એડવાન્સ ફીચર જોવા મળશે. રિમોર્ટને વોઈસ કમાન્ડથી ઓપરેટ કરી શકાશે.

લોન્ચિંગ અને કિંમત

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિઅલમી કંપની તેનું પ્રથમ ટીવી ભારતમાં જૂન મહિનામાં લોન્ચ કરી શકે છે. ટીવીના 32 ઈંચના વેરિઅન્ટની કિંમત 10,000ની આસપાસ હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme may launch its first smart TV next June, certified by Google


from Divya Bhaskar https://ift.tt/2WcxqyL

No comments:

Post a Comment