Sunday, 26 April 2020

કોરોનાવાઈરસના ભય વચ્ચે પણ ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમા 4%નો વધારો થયો, શાઓમી 30% માર્કેટ શેર સાથે અવ્વલ નંબરે

કોરોનાવાઈરસની માઠી અસર તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે, પરંતુ ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં તેની વિપરિત અસર જોવા મળી છે. આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થાત જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી સ્માર્ટફોન શિપમેન્ટ્સમાં 4%નો વધારો થયો છે. ટેક ફર્મ કાઉન્ટર પોઈન્ટના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં માર્ચ મહિના સુધી 3.1 કરોડ સ્માર્ટફોન્સના શિપમેન્ટ્સ થયાં છે, જોકે તેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના કરતાં માર્ચ મહિનામાં 19% ઓછું શિપમેન્ટ્સ થયું હતું

30% માર્કેટ શેર સાથે શાઓમી નંબર 1 પર

આ રિપોર્ટમાં કંપની પ્રમાણે માર્કેટ શેર પણ દર્શાવવામાં આવ્યાં છે. તે મુજબ, વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 30% માર્કેટ શેર સાથે શાઓમી અવ્વલ નંબરે છે, ત્યારબાદ ક્રમશ: વિવો 17%, સેમસંગ 16%, રિઅલમી 14%, ઓપો 12% અને અન્ય કંપનીઓ મળી 11%નો માર્કેટ શેર ધરાવે છે.

આ રિપોર્ટ મુજબ આ વર્ષે માર્ચ મહિના સુધી ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ 6% YoY (યર ઓન યર) ગ્રોથ હાંસલ કર્યો છે. વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાથી સતત શાઓમી ટોપ પર રહી છે. વિવો એ આ વર્ષે માર્ચ મહિના સુધી 40% YoY ગ્રોથ મેળવ્યો છે. રિઅલમી કંપનીને આ વર્ષે ઘણો ફાયદો થયો છે. કંપનીએ આ વર્ષે માર્ચ મહિના સુધી 110% YoY ગ્રોથ મેળવ્યો છે. તેનો શ્રેય રિઅલમી 5i અને રિઅલમી C3 સ્માર્ટફોનને જાય છે. ઓપોએ આ સયગાળામાં 83% ગ્રોથ હાંસલ કર્યો છે. આઈફોન 11 સિરીઝને લીધે એપલે 78% YoY ગ્રોથ મેળવ્યો છે.

ફીચર ફોન માર્કેટમાં 24%નો ઘટાડો આવ્યો

કાઉન્ટર પોઈન્ટના આ રિસર્ચ મુજબ, આ વર્ષે માર્ચ મહિના સુધીમાં ફીચર ફોન માર્કેટમાં 24%નો ઘટાડો આવ્યો છે. માર્કેટિ શેરિંગમાં Itel 22%, લાવા 15%, સેમસંગ 15%, નોકિયા 13%, માઈક્રોમેક્સ 7% અને અન્ય કંપનીઓએ 27% હિસ્સો ધરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Despite of coronavirus, smartphone shipments in India increased by 4%, with Xiaomi topping the list with 30% market share.


from Divya Bhaskar https://ift.tt/356Ogms

No comments:

Post a Comment