Tuesday, 28 April 2020

વન પ્લસ ‘વૉર્પ ચાર્જ 30’ વાયરલેસ ચાર્જરની ભારતમાં કિંમત જાહેર થઈ, કિંમત ₹ 3990

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તાજેતરમાં જ તેની ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ સાથે વૉર્પ ચાર્જ 30 વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ ભારતમાં તેની કિંમત જાહેર કરી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર તેની કિંમત 3990 રૂપિયા છે. આ કિંમત અમેરકિામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ કરતાં સસ્તી છે. અમેરિકામાં તેની કિંમત $69.95 (આશરે 5300 રૂપિયા) છે. જોકે ભારતમાં તેનું વેચાણ ક્યારથી શરૂ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

માત્ર 29 મિનિટમાં 0થી 50% સુધી ફોન ચાર્જ કરશે

  • આ વાયરલેસ ચાર્જર એક પ્રકારનું ચાર્જિંગ સ્ટેન્ડ છે, જેની પર યુઝરે ફોન મૂકવાનો રહેશે.
  • આ ચાર્જરથી વન પ્લસ સિવાય અન્ય કંપનીના સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકાશે.
  • તેમાં ખાસ બેડ ટાઈમ મોડ આપવામાં આવ્યો છે. આ મોડમાં માત્ર 10વૉટથી ચાર્જિંગ થાય છે. ચાર્જરમાંરાતના 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બેડટાઈમ આપવામાં આવ્યો છે. યુઝર મેન્યુઅલી બેડટાઈમ સિલેક્ટ કરી શકે છે.
  • તેમાં એર કૂલિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે.
  • ચાર્જિંગ દરમિયાન અન્ય સ્માર્ટફોન કે મેટલ ઓબ્જ્કેટ ડિટેક્ટ થતાં જ ચાર્જર ચાર્જ થઈ રહેલાસ્માર્ટફોનની સેફ્ટી ધ્યાનમાં રાખી ઓટોમેટિકલી ઓફ થઈ જાય છે.
  • ચાર્જરમાં ઓવરહીટિંગ, ઓવર કરન્ટ અને ઓવરવોલ્ટેજ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
  • સ્માર્ટફોનના કવર સાથે પણ તે ફોનને ચાર્જ કરી શકે છે.
  • આ વાયરલેસ ચાર્જરનું વજન 300 ગ્રામ છે અને તે આઉટપુટમાં 5/7.5/10/30 વૉટ પાવર આપે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
One Plus 'Wrap Charge 30' Wireless Charger Price announced at Rs. 3990
One Plus 'Wrap Charge 30' Wireless Charger Price announced at Rs. 3990


from Divya Bhaskar https://ift.tt/2zvm1lF

No comments:

Post a Comment