Tuesday, 28 April 2020

વ્હોટ્સએપમાં હવે એકસાથે 8 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકશે, નવાં ફીચરથી ‘ઝૂમ’ એપને ટક્કર મળશે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ મેસેજિંગ એપ વ્હોટ્સએપે ફાઈનલી તેનું મોસ્ટ અવેઈટેડ ફીચર લોન્ચ કર્યું છે. હવે વ્હોટ્સએપમાં કુલ 8 મેમ્બર્સ વીડિયો/ ઓડિયો ગ્રૂપ કોલિંગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

એન્ડ્રોઈડનાં 2.20.143 વર્ઝનમાં અને iOSનાં 2.20.50માં આ નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપ અપડેટ કરવાની રહેશે. ગ્રૂપ કોલિંગ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હશે તેથી યુઝરે

તેની પ્રાઈવસીની કોઈ ચિંતા નહીં રહે. આ ફીચરથી કંપની વિવિદાસ્પદ ઝૂમ વીડિયો કોન્ફરન્સિંગ એપને ટક્કર આપશે. ઝૂમ એપની લોકપ્રિયતા વધી જવાથી કંપનીએ તેના ગ્રૂપ કોલિંગ લિમિટમાં વધારો કર્યો છે. અગાઉ વ્હોટ્સએપમાં કુલ 4 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકતા હતા.

નવાં ગ્રૂપ કોલિંગ ફીચરના ઉપયોગ કરવાના સ્ટેપ્સ:

  • સૌ પ્રથમ યુઝરે તેનું વ્હોટ્સએપ અપડેટ કરવાનું રહશે.
  • ત્યારબાદ ગ્રૂપ કોલિંગ માટે ગ્રૂપમાં કોલિંગ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો ગ્રૂપ કુલ 8 જ મેમ્બર્સનું હશે તો ઓટોમેટિક તમામ મેમ્બર્સ સિલેક્ટ થઈ જશે પરંતુ 8થી વધારે લોકોના ગ્રૂપ માટે યુઝરે અન્ય 7 મેમ્બર્સની પસંદગી મેન્યુઅલી કરવાની રહેશે.
  • યુઝર્સ સિલેક્ટ કર્યા બાદ ઓડિયો અથવા વીડિયો કોલિંગમાંથી કોઈ એક આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
  • એપનું લેટેસ્ટ વર્ઝન ધરાવતા યુઝર્સ જ એકબીજા સાથે આ નવાં ફીચરથી કોલિંગ કરી શકશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp will now be able to group calls of up to 8 members at a time, with the new feature hitting the 'Zoom' app.


from Divya Bhaskar https://ift.tt/2WbzwPh

No comments:

Post a Comment