
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનાં વન ઓફ બેસ્ટ ફીચર પર રોક લગાવી છે. ટ્વિટરે SMSનાં માધ્યમથી મળતા ટ્વીટ અલર્ટ પર રોક લગાવી છે. આ ફીચરની મદદથી યુઝર્સ ટ્વીટ પણ કરી શકતા હતા. જોકે કેટલાક દેશોના યુઝર્સ માટે આ ફીચર કાર્યરત છે.
કેટલીક ખામીને લીધે ફીચર પર બેન
ટ્વિટરે SMSનાં માધ્યમથી અલર્ટ મળતા ફીચર પર રોક લગાવ્યો છે. તેનું કારણ કંપનીએ કેટલીક ટેક્નિકલ ખામી ગણાવ્યું છે. જોકે કેટલાક દેશોમાં આ સર્વિસ ચાલું રહેશે. યુઝર્સ દ્વારા મળતી ફરિયાદને લીધે આ ફીચરને બેન કરવામાં આવ્યું છે. ગત સપ્ટેમ્બર મહિનામાં SMSનાં માધ્યમથી ટ્વીટ કરવાના ફીચરને ડિસેબલ કરવામાં આવ્યું હતું. હવે કંપનીએ SMS દ્વારા મળતા ટ્વીટ નોટિફિકેશન પર પણ રોક લગાવી છે.
ફીચરને અગાઉ 140 કેરેક્ટર લિમિટ સાથે લોન્ચ કરાયું હતું
ટ્વીટ વાયા SMS ફીચરને 140 કેરેક્ટર લિમિટ સાથે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી SMSથી ટ્વીટ કરી શકતા હતા અને તેને રિસીવ પણ કરી શકતા હતા.
ગત વર્ષે ટ્વિટરના CEOનો ફોન હેક થયો હતો
ગત વર્ષે સ્પ્ટેમ્બર મહિનામાં ટ્વીટ વાયા SMS ફીચરને બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીના CEO જેક ડોર્સીનો ફોન હેક થયો હતો. હેકર્સે આ ફીચરથી ટ્વીટ કર્યા હતા. તેથી કંપનીએ ટ્વીટ વાયા SMS ફીચર બંધ કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SdmHCX
No comments:
Post a Comment