
કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉનનો સીધો ફાયદો સોશિયલ મીડિયા એપ્સને થઈ રહ્યો છે. આ પિરિયડમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામના 40 કરોડ મંથલી યુઝર્સ થયાં છે. આ આંકડો ગત વર્ષે 30 કરોડને હતો. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે.
Telegram now has over 400,000,000 monthly active users. Thank you all! 🎉 https://t.co/F3qu3lAesu
— Telegram Messenger (@telegram) April 24, 2020
કંપનીના રિપોર્ટ મુજબ, દરરોજ 10.5 લાખ નવા યુઝર્સ એપ સાઈન અપ કરી રહ્યા છે. પ્લે સ્ટોર પર એપને 10 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળી ચૂક્યા છે. 20થી વધારે દેશોમાં આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટેલિગ્રામને 7 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. ટેલિગ્રામનાં હાલ 20,000 સ્ટિકર્સ, ફોલ્ડર્સ, ક્લાઉડ સ્ટોરેજ અને ડેસ્કટોપ સહિત અનેક ફીચર્સ સામેલ છે. ગૂગલ ડુઓ, મેસેન્જર રૂમ્સ, ઝૂમ સહિતની એપ્સને ટક્કર આપવા કંપની વીડિયો કોલિંગ સર્વિસ પણ શરૂ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S63H94
No comments:
Post a Comment