Saturday, 25 April 2020

શાઓમીની ‘રેડમી નોટ 9’ સિરીઝનો અપકમિંગ સ્માર્ટફોન 30 એપ્રિલે લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કંપનીશાઓમીએ ગત મહિને જ ભારતમાં ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી હતી. હવે ‘રેડમી નોટ 9’ સિરીઝનો અપકમિંગ સ્માર્ટફોન 30 એપ્રિલે ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લોન્ચિંગ ઈવેન્ટમાં ‘રેડમી નોટ 9’ને ગ્લોબલી લોન્ચ કરશે તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન લોન્ચ થશે. ગત મહિને ‘રેડમી નોટ 9 પ્રો’ અને ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોન લોન્ચ થયા હોવાથી ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોન લોન્ચ થવાની શક્યતા વધારે છે.

‘રેડમી નોટ 9’ સ્માર્ટફોનને ચીનમાં ‘Redmi 10X’નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવી શકે છે. ફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ 1080x2340 પિક્સલનું રિઝોલ્યુશન મળી શકે છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,020mAhની બેટરી મળશે.

ભારતમાં લોન્ચ થયેલાં ‘રેડમી નોટ 9 પ્રો’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ, ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5020mAhની બેટરી આપવામાં આવી છે. જ્યારે ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’માં 64MPના કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ, ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 32MPનો સેલ્ફી કેમેરા, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5020mAhની બેટરી આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The upcoming smartphone of Xiaomi's 'Redmi Note 9' series will be launched on April 30


from Divya Bhaskar https://ift.tt/2KAtvWM

No comments:

Post a Comment