
ચાઈનીઝ ટેક કંપની શાઓમી તેનો સ્માર્ટફોન ‘Mi 10 લાઈટ’ ચીનમાં 27 એપ્રિલે લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં આ ફોન ચીનની ટેલિકોમ રેગ્યુલેટરી એજન્સી TENAA પર લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગમાં ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ફોનને ‘Mi 10 યુથ એડિશન’ તરીકે પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનનાં લોન્ચિંગ સાથે કંપની તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MIUI 12 પણ લોન્ચ કરશે.
‘Mi 10 લાઈટ’નાં સ્પેસિફિકેશન
- TENAA પર કરાયેલાં લિસ્ટિંગ અનુસાર, ફોનમાં 6.57 ઈંચની AMOLED વોટરડ્રોપનોચ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2400 × 1080 છે.
- ફોનનાં અપગ્રેડેડ વર્ઝનની જેમ ‘Mi 10 લાઈટ’માં પણ 5G સપોર્ટ મળશે.
- ફોનનાં 4GB+64GB, 6GB+128GB, 8GB+ 128GB અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
- ફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 10 મળશે.
- આ ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં 4060mAhની બેટરી મળશે
- ફોનનાં રેડ, બ્લૂ, ગ્રીન, પિંક, બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y5WsCe
No comments:
Post a Comment