Friday, 24 April 2020

વિવોની સબબ્રાન્ડના સ્માર્ટફોન ‘iQOO 3’ની કિંમતમાં 2,000 રૂપિયાના ઘટાડો, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹34,990

વિવોની સબબ્રાન્ડ iQOOએ ભારતમાં તેના પ્રથમ સ્માર્ટફોન ‘iQOO 3’ની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો તેનાં 4G વેરિઅન્ટમાં થયો છે. ઘટાડા સાથે હવે 8GB રેમ અને 128GB સ્ટોરેજનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 34,990 રૂપિયા છે. જોકે 12GB+256GB 5G વેરિઅન્ટની કિંમત અગાઉ જેટલી જ 44,990 રૂપિયા છે.કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ફોનનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન પૂરું થયાં બાદ તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. કંપનીના ઓફિશિયલ ટ્વિટર પર તેની માહિતી શેર કરવામાં આવી છે.

વેરિઅન્ટ નવી કિંમત જૂની કિંમત
8GB + 128GB (4G) 34,990 રૂ. 36,990 રૂ.
8GB+ 256GB(4G) 37,990 રૂ. 39,990 રૂ.
12GB+256GB (5G) 44,990 રૂ. 44,990 રૂ.

‘iQoo 3’ સ્માર્ટફોનનાં બેઝિક ફીચર

ફોનમાં iQoo UI ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનનું ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર 25% પાવર કન્ઝપ્શન ઘટાડશે અને 25% CPU પર્ફોમન્સ વધારશે. ફોન HDR10+ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે 0.31 સેકન્ડમાં ફોન અનલોક કરે છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે, જે 15 મિનિટમાં 50% ફોન ચાર્જ કરે છે. આ સિવાય ફોનમાં કાર્બન ફાઈબર VC લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી અને અલ્ટ્રા ગેમિંગ મોડ આપવામાં આવ્યો છે.

‘iQoo 3’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.44 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ

AMOLED (1080x2400 પિક્સલ)

OS

iQoo UI વિથ એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP + 13MP + 13MP + બોકેહ લેન્સ

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4440 mAh વિથ 55 વૉટ ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo subbrand smartphone 'iQOO 3' price drops by Rs 2,000, basic variant priced at ₹ 34,990


from Divya Bhaskar https://ift.tt/2x6d3uk

No comments:

Post a Comment