
નબળી સિક્યોરિટી અને ડેટા ચોરીના આરોપોમાં ફસાયેલી વીડિયો કોન્ફરન્સિંગ ઝૂમ એપે નવી 5.0 અપડેટ લોન્ચ કરી. તેનો લાભ 30 મેથી ઉઠાવી શકાશે. કંપનીનો દાવો છે કે, એપ્લિકેશન સેફ્ટી અને પ્રાઇવસી મામલે પહેલા કરતાં વધુ સારી છે. નવાં ફીચર્સમાં સારું GCM એન્ક્રિપ્શન, ડેટા રાઉટિંગ કન્ટ્રોલ, ઇમ્પ્રૂવ્ડ હોસ્ટ કન્ટ્રોલ મળશે. આ ફીચરનો ફાયદો વિશ્વભરમાં એપ્લિકેશનના 30 કરોડ યુઝર્સને મળશે.
30 મેથી રોલ આઉટ થવાનું શરૂ થશે
કંપનીએ કહ્યું કે, તે 30 મેથી ઝૂમ એપ્લિકેશન યુઝર્સના સિસ્ટમમાં AES 256-bit GCM કરવાનું શરૂ કરી દેશે. આ ફક્ત એ ઝૂમ ક્લાયંટ્સ માટે છે કે જેઓ વર્ઝન 5.0 અથવા તેનાથી ઉપરનું વર્ઝન યુઝ કરી રહ્યા છે. આ અપડેટમાં ઝૂમ રૂમ્સ પણ સામેલ છે.
ખોટો ઉપયોગ થવા પર રિપોર્ટ કરી શકાશે
હવે મીટિંગ હોસ્ટ અને કો-હોસ્ટ એવા યુઝર્સનો રિપોર્ટ કરી શકશે જેઓ ઝૂમ પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરી રહ્યા હશે. તેના સિક્યોરિટી આઇકનમાં એક ઓપ્શન મળશે, જેના દ્વારા યુઝર ઝૂમ ટ્રસ્ટ અને સેફ્ટી રિવ્યૂ ટીમને રિપોર્ટ મોકલી શકશે. રિપોર્ટમાં કોઈ ખાસ ગુનો, વિવરણ અને ઓપ્શનલ સ્ક્રીનશોટ પણ મોકલી શકાશે.
નવીઅપડેટમાં નવી એન્ક્રિપ્શન શિલ્ડ મળશે
નવી અપડેટમાં નવી એન્ક્રિપ્શન શિલ્ડ ઝૂમ મીટિંગ વિન્ડોની ઉપર ડાબી બીજુ જોવા મળશે, જે એ ખાતરી કરશે કે આ સેફ એમ્ક્રિપ્ટેડ મીટિંગ છે. 30 મે પછી તમામ યુઝર્સ માટે આ શિલ્ડ ગ્રીન થઈ જશે, જે વધુ સારું GCM એન્ક્રિપ્શન દર્શાવશે. આ આઇકન પર ક્લિક કરવા માટે યુઝર વધારાની એન્ક્રિપ્શન ડિટેલ્સ માટે સ્ટેટેસ્ટિક્સ પેજ પર પહોંચી જશે.
આ ઉપરાંત, મીટિંગ હોસ્ટ, મીટિંગ અને વેબિનાર્સ માટે ડેટા સેન્ટર રિજન સિલેક્ટ કરી શકાશે. ઝૂમ ક્લાયન્ટને એ પણ જાણ રહેશે કે તેઓ કયા ડેટા સેન્ટર સાથે કનેક્ટેડ છે. નવા યુઝર ઇન્ટરફેસ અપડેટમાં હોસ્ટ મીટિંગ પૂરી કરવા અને છોડવા માટે નક્કી કરી શકશે. હોસ્ટના મીટિંગ છોડવા પર યુઝર નવા હોસ્ટને સરળતાથી સિલેક્ટ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fatdnV
No comments:
Post a Comment