Wednesday, 29 April 2020

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટિડિવાઈસ ફીચર સપોર્ટ મળશે, યુઝર એકસાથે મલ્ટિડિવાઈસમાં વ્હોટ્સએપ અકાઉન્ટનો ઉપયોગ કરી શકશે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ ફ્રિક્વન્ટલી એપમાં નવાં નવાં ફીચરનો ઉપયોગ કરતી હોય છે. કંપનીએ બુધવારે જ તેની ગ્રૂપ કોલિંગ લિમિટ 8 મેમ્બર્સની કરી છે. હવે ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મલ્ટિડિવાઈસ સપોર્ટ ફીચરનો ઉમેરો કરવામાં આવશે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

WABetaInfoના રિપોર્ટ અનુસાર મલ્ટિડિવાઈસ સપોર્ટ ફીચરનું હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તેનું વ્હોટ્સએપ અકાઉન્ટ જૂદાં જૂદાં ડિવાઈસ પર એકસાથે ઓપરેટ કરી શકે છે. એન્ડ્રોઈડનાં 2.20.143 બીટા વર્ઝન પર આ ફીચર ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

આ ફીચરનો ઉપયોગ કરી રેહલાં તમામ ડિવાઈસ પર એકસાથે વ્હોટ્સએપની નોટિફિકેશન મળશે. ફીચરના ઉપયોગ માટે એપ યુઝરને વાઈફાઈનેટવર્કનો ઉપયોગ કરવાનું સજેશન આપશે. મલ્ટિપલ ડિવાઈસમાં ઓપરેટ થયેલાં અકાઉન્ટમાં સ્ટાર મેસેજ, ડિલીટ મેસેજ, આર્કાઈવ ચેટ સહિતનાં યુઝરના તમામ એક્શન એપ્લિકેબલ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp will soon have multi-device feature support, users will be able to use WhatsApp account in multi-device simultaneously
WhatsApp will soon have multi-device feature support, users will be able to use WhatsApp account in multi-device simultaneously


from Divya Bhaskar https://ift.tt/2SkHUL0

No comments:

Post a Comment