
એપલ કંપની હાલ એક નવા ફીચર પર કામ કરી રહી છે, જેમાં યુઝરે માસ્ક પહેર્યું હશે તો પણ તે ફેસ IDવાળા આઈફોનને અનલોક કરી શકશે. આ નવું ફીચર iOS 13.5 બીટા વર્ઝનમાં મળશે. આ ફીચરમાં જો યુઝરે માસ્ક પહેર્યું હશે તો ફેસ આઈડી ફંક્શનાલિટી ઓટોમેટિક સ્વિચ થઇને પિનકોડમાં કન્વર્ટ થઇ જશે. ત્યારબાદ યુઝર પાસવર્ડ નાખીને ફોન અનલોક કરી શકશે. દુનિયાભરમાં ફેલાયેલી આ કોરોના મહામારી દરમિયાન આ ફીચર ઘણું મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે, માસ્ક ફરજીયાત છે, પણ તેવામાં ફોનને અનલોક કરવા માટે માસ્ક ઉતારવાની જરૂર નહિ પડે.
માસ્ક જોઈને જાતે જ ફેસ આઈડી ફીચર સ્કિપ થઇ જશે
જો કે, આઈફોન X અને તેના ઉપરના મોડેલમાં બાય ડિફોલ્ટ ફેસ આઈડી ઓથેન્ટિકેશન મળે છે, આ ફોનના કેમેરા યુઝરનો ફેશિયલ ડેટા કલેક્ટ કરે છે. જો કે, યુઝર સ્ક્રીન સ્વાઈપ કરી દે તો પાસવર્ડ નાખીને લોક ખોલવાની પણ સગવડતા છે.
પરંતુ લેટેસ્ટ iOS 13.5 બીટા વર્ઝનમાં કંપનીએ સિસ્ટમને એવી રીતે તૈયાર કરી છે કે જો ફેસ આઈડીને યુઝરના ચહેરા પર માસ્ક કે અન્ય કોઈ ઓબ્જેક્ટ મળે છે, તો ડાઈરેક્ટ પાસવર્ડ એન્ટ્રીથી સ્ક્રીન ખૂલી જશે. યુઝરને સ્ક્રીન સ્વાઈપ કરવાની પણ જરૂર નહિ પડે.
શરૂઆતમાં હાલ આ ફીચર લેટેસ્ટ iOS 13.5 બીટા વર્ઝનના ડેવલોપર્સને જ મળશે. ત્યારબાદ કંપની સ્ટેબલ વર્ઝન અન્ય યુઝર્સ માટે પણ લોન્ચ કરશે.
If you’re wearing a mask you get the option to go straight to password entry pic.twitter.com/Khv5kZwiRW
— Robert Petersen (@Sonikku_a2) April 29, 2020
રોબર્ટ પીટરસન નામના યુઝરે અ ફીચરની એક ઝલક ટ્વિટર પર શેર કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2y21g0N
No comments:
Post a Comment