Saturday, 25 April 2020

ફેસબુકની માલિકીની એપ્સમાં નવાં ફીચર્સનો ઉમરો: વ્હોટ્સએપમાં હવે 8 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકશે અને ફેસબુક લાઇવ દરમિયાન યુઝર્સડોનેટ કરી શકશે

ફેસબુકે લોકડાઉનને ધ્યાનમાં રાખી તેનાં યુઝર્સને સુવિધાઓ મળી રહે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ફેસબુકગેમિંગ અને પોર્ટલફેસબુકમાં નવાં ફીચર્સનો ઉમેરો કરવા જઈ રહી છે. વ્હોટ્સએપના બીટા વર્ઝનમાં ગ્રૂપ કોલિંગ ફીચરનો ઉમેરો થયો છે તેને ટૂંક સમયમાં તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.કંપનીએ ટ્વીટ કરીને આ તમાં નવાં ફીચર્સ વિશે માહિતી આપી છે.

વ્હોટ્સએપમાં હવે 8 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકશે

બીટા વર્ઝન માટે વ્હોટ્સએપ ગ્રૂપ કોલિંગ લિમિટ 4 મેમ્બર્સથી વધારી 8 મેમ્બર્સની કરાઈ છે. હવે તમામ યુઝર્સ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આવતા અઠવાડિયેથી તમામ યુઝર્સને કુલ 8 મેમ્બર્સ વીડિયો/ઓડિયો કોલિંગ ફીચરનો લાભ મળશે.

મેસેન્જર રૂમ્સ ફીચરથી ફેસબુકની વિવિધ એપ્સ પર યુઝર એકબીજા સાથે વીડિયો કોલિંગ કરી શકશે

ફેસબુકે મેસેન્જર રૂમ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ટૂંક સમયમાં ફેસબુકની માલિકની તમામ એપ્સમાં લોન્ચ કરવાાં આવશે. તેની મદદથી જુદી જુદી એપ્સનાં માધ્યમથી પણ યુઝર્સ અન્ય યુઝર્સ સાથે વીડિયો કોલિંગ કરી શકશે. તેમાં મેક્સિમમ 50 યુઝર્સ એક સાથે વીડિયો કોલિંગ કરી શકશે. શરૂઆતમાં આ ફીચર મેસેન્જર, ફેસબુક એપ પર લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ તેને ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને પોર્ટલફેસબુક માટે લોન્ચ કરવામાં આવશે.

ફેસબુક લાઈવમાં ડોનેટ કરી શકાશે અને ઈન્સ્ટાગ્રામ યુઝર IGTV લાઇવ કરી શકશે

લોકડાઉનને લીધે લાઈવસ્ટ્રીમના ઉપયોગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ફેસબુકે ફરી લાઈવ સ્ટ્રીમ લોન્ચ કરી છે. તેમાં એક વધારાનું ફીચર પણ ઉમેરાયું છે. હવે યુઝર્સ લાઈવ સ્ટ્રીમમાં જ અન્ય યુઝર્સને ડોનેશન આપી શકશે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સ હવે ડેસ્કટોપથી પણ લાઈવ વીડિયો જોઈ શકે છે. આ સિવાય IGTVમાં વીડિયો સેવ અને શેર કરવાનું ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર IGTV પણ લાઇવ કરી શકશે.

ફેસબુક ગેમિંગ એપથી યુઝર ગેમ્સનું ફેસબુક વોલ પર લાઈવ સ્ટ્રિમિંગ કરી શકશે

થોડા દિવસ અગાઉ જ ફેસબુક ગેમિંગ એપને પ્લે સ્ટોર પર લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં યુઝર ઓનલાઈન વિવિધ ગેમ્સ રમી શકે છે. સાથે જ જે-તે ગેમ્સનું તેની ફેસબુક વોલ પર લાઈવ સ્ટ્રિમિંગ પણ કરી શકશે. આ સાથે જ ફેસબુકે વર્ચ્યુઅલ ડેટિંગ ફીચર પણ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Adding new features to Facebook-owned apps: WhatsApp now allows 8 members to make group calls and donate users during Facebook Live.


from Divya Bhaskar https://ift.tt/3cXuRaz

No comments:

Post a Comment