
સાઉથ કોરિયન ટેક કંપની LG તેનો નેક્સ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘વેલ્વેટ’ 7મે એ લોન્ચ કરશે. કંપનીએ આ એક્ટ્રેક્ટિવ લુક ધરાવતા સ્માર્ટફોનનાં કેટલાક સ્પેસિફિકેશ જાહેર કર્યા છે. તે મુજબ ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 6.8 ઈંચની ડિસ્પ્લે મળશે. આ ફોન 5G સપોર્ટ કરશે. ફોનનાં અરોરા ગ્રીન, અરોરા વ્હાઈટ, અરોરા ગ્રે અને ઈલ્યુશન સનસેટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
LG ‘વેલ્વેટ’નાં બેઝિક સ્પેસિફિકેશન
- કંપનીએ જાહેર કરેલાં સ્પેસિફિકેશન મુજબ, ફોનનાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5MPનું ડેપ્થ સેન્સર મળશે.
- ફોનમાં 6.8 ઈંચની ફુલ વ્યૂ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેમાં સિંગલ હોલ પંચ મળશે.
- બેટર સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે ફોનમાં કંપની સ્ટીરિયો સ્પીકર્સ પણ આપશે.
- ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે. તેથી ફોનમાં 5G સપોર્ટ મળશે તે વાત પણ કન્ફર્મ છે.
- આ સ્માર્ટફોનમાં ન્યૂ રેઈન ડ્રોપ કેમેરા મળશે. સાથે જ બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે.
- ફોનનાં ટોપ પર સિમ કાર્ડ સ્લોટ, 3.5mmનો ઓડિયો જેક અને બોટમમાં USB ટાઈપ-સી પોર્ટ મળશે.
- ફોન ડ્યુઅલ સ્ક્રીન સપોર્ટ અને 4,300mAhની બેટરી મળશે. જોકે ફોનની કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનની કિંમત 50,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KIvdFN
No comments:
Post a Comment