Wednesday, 29 April 2020

‘વન પ્લસ 8 લાઈટ’ સ્માર્ટફોન જૂલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તાજેતરમાં જ તેની ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કરી છે. કંપની હવે તેનાં લાઈટ વર્ઝનનાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. ‘વન પ્લસ 8 લાઈટ’ સ્માર્ટફોન આગામી જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે. ટેક ટિપ્સ્ટર મેક્સે ટ્વીટ કરીને તેની હિંટ આપી છે. ‘વન પ્લસ 8’ સિરીઝનાં ડાઉનગ્રેડેડ વર્ઝનને ‘વન પ્લસ 8 લાઈટ’ અથવા ‘વન પ્લસ Z’ તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે.

‘વન પ્લસ 8 લાઈટ’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘વન પ્લસ 8 લાઈટ’ અથવા ‘વન પ્લસ Z’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે.
  • ફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
  • ફોનનાં 8GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • ફોનની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
  • જોકે કંપનીએ ફોનનાં લોન્ચિંગ, કિંત અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The 'One Plus 8 Lite' smartphone is expected to launch in July


from Divya Bhaskar https://ift.tt/3d1sgMO

No comments:

Post a Comment