
ચાઈનીઝ ટેક કંપની શાઓમી 30 એપ્રિલે ‘રેડમી નોટ 9’ સિરીઝ લોન્ચ કરશે. આ ગ્લોબલ લોન્ચિંગ ઈવેન્ટમાં કંપની ‘Mi નોટ 10 લાઈટ’ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીની ગ્લોબલ વેબસાઈટ પરથી આ વાત કન્ફર્મ થઈ છે. આ ફોનનું લોન્ચિંગ ચીનમાં પહેલાંથી જ થઈ ગયું છે પરંતુ કંપની હવે તેનું ગ્લોબલી લોન્ચ કરશે. આ ફોનનાં બ્લેક, વ્હાઈટ અને બ્લુ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનનાં હાઈર વર્ઝનની જેમ લાઈટ વર્ઝનમાં પણ 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ‘Mi નોટ 10 લાઈટ’ સ્માર્ટફોન સાથે કંપની ‘Mi નોટ 10’ સ્માર્ટફોન પણ ગ્લોબલી લોન્ચ કરશે.
‘Mi નોટ 10 લાઈટ’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન
- ચીનમાં લોન્ચ થયેલાં ‘Mi નોટ 10 લાઈટ’ વેરિઅન્ટને જ ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા નથી કરી.
- લીક અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમા 64MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. જોકે તેનાં અપગ્રેડેડ વર્ઝનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા આપવામાં આવ્યો છે.
- ક્વોલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર મળી શકે છે.
- ફોનમાં MIUI સાથે એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
- ફોનમાં 6.47 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનમાં 5,260mAhની બેટરી આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YgnxlW
No comments:
Post a Comment