
ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગ્લોબલી લોન્ચિંગ ઓનલાઈન ઈવેન્ટમાં ‘રેડમી નોટ 9’ સિરીઝ લોન્ચ કરી છે. તેમાં ‘રેડમી નોટ 9’, ‘રેડમી નોટ 9 પ્રો’ અને ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. તેમાંથી ભારતમાં ‘રેડમી નોટ 9 પ્રો’ અને ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’ સ્માર્ટફોન પહેલાંથી જ લોન્ચ થઈ ચૂક્યા છે. ‘રેડમી નોટ 9’ સ્માર્ટફોનનો લુક અન્ય 2 સ્માર્ટફોન જેવો જ છે. ‘રેડમી નોટ 9’ માં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ અને 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનાં ફોરેસ્ટ ગ્રીન, પોલર વ્હાઈટ અને મિડનાઈટ ગ્રે કલર વેરિઅન્ટ તેમજ 3GB + 64GB અને 4GB + 128GBનાં સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ગ્લોબલી આ ફોનનું વેચાણ મે મહિનાની અંત સુધીમાં કરવામાં આવશે.
વેરિઅન્ટ અને કિંમત
3GB + 64GB: $199 (આશરે 15,100 રૂપિયા)
4GB + 128GB: $249 (આશરે 18,900 રૂપિયા)
*જોકે કંપનીએ ફોનની ભારતમાં ઉપલબ્ધતા અને કિંમત વિશે કોઈ જાહેરાત કરી નથી.
‘રેડમી નોટ 9’નાં બેઝિક ફીચર્સ
- સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- ફોન ડ્યુઅલ નેન સિમ સપોર્ટ કરે છે, ફોનમાં એડિશનલ મેમરી કાર્ડ સ્લોટ પણ મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G,વાઈફાઈ, GPS, A-GPS, બ્લુટૂથ, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
‘રેડમી નોટ 9’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લેસાઈઝ |
6.53 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ IPS (1080x2340) પિક્સલ વિથ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન |
OS |
એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 |
પ્રોસેસર |
મીડિયાટેક હીલિયો G85 |
રિઅર કેમેરા |
48MP + 8MP + 2MP + 2MP |
ફ્રન્ટ કેમેરા |
13MP |
રેમ |
3GB /4GB |
સ્ટોરેજ |
64GB/128GB |
બેટરી |
5,020mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Whf67o
No comments:
Post a Comment