
દુનિયાભરમાં લોકડાઉનને લીધે વર્ક ફ્રોમ હોમના વલણને લીધે વીડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ વધી રહ્યો છે. તેવામાં અચાનક પોપ્યુલર થયેલી ઝૂમ એપને ટક્કર આપવા ગૂગલ તેની વીડિયો કોન્ફરન્સિંગ એપ ગૂગલ મીટ એપની ફ્રી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેને ફ્રી કરવામાં આવશે. આ અગાઉ પ્રીમિયમ પેઈડ વર્ઝન અવેલેબલ હતું. ગૂગલ મીટમાં પણ ઝૂમ એપની જેમ 100 મેમ્બર્સ વીડિયો કોલિંગ કરી શકશે.
ગૂગલ મીટ એપ સુરક્ષિત છે
ગૂગલ ક્લાઉડના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર સ્મિતા હામિશના જણાવ્યા અનુસાર ગૂગલ મીટ એપને તમામ યુઝર્સ માટે ફ્રી કરવામાં આવશે. એપમાં 100 મેમ્બર્સ 60 મિનિટ સુધી ફ્રી વીડિયો કોલિંગ કરી શકશે. ગૂગલ મીટ એપ સુરક્ષિત અને વિશ્વસનીય છે.
કંપની એપનું લેઆઉટ પણ બદલશે
કંપનીના જણાવ્યા અનુસાર, એપની કેટલીક આવશ્યક સર્વિસ ફ્રી કરવામાં આવશે. આગામી સમયમાં એપનાં લેઆઉટમાં પણ ફેરફાર કરવામાં આવશે.
દરરોજ 3 કરોડ નવાં યુઝર્સ એપ ઈન્સ્ટોલ કરે છે
જાન્યુઆરીમાં ગૂગલ મીટ એપ લોન્ચ થઈ હતી. અત્યાર સુધીમાં તેનો ઉપયોગ 30 ગણો વધી ગયો છે. દરરોજ 3 કરોડ નવાં યુઝર્સ એપ ઈન્સ્ટોલ કરી રહ્યા છે. એપની ડેઈલી યુઝર્સની સંખ્યા 10 કરોડથી વધારે થઈ છે.
ફ્રીમાં એડવાન્સ ફીચરનો ઉપયોગ કરી શકાશે
મે મહિનાથી કોઈ પણ યુઝર ઈમેઈલ એડ્રેસથી એપ સાઈન અપ કરી શકશે. અત્યાર સુધી ગૂગલ બિઝનેસ અને એજ્યુકેશન અકાઉન્ટ યુઝર્સને મળતા લાભ હવે તમામ યુઝર્સને મળશે. તેમાં શે્ડ્યુલ, સ્ક્રીન શેરિંગ, રિઅલ ટાઈમ કેપ્શન સહિતનાં અનેક ફીચર સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2yVCSOu
No comments:
Post a Comment