
કોરોનાવાઈરસના ભય વચ્ચે ચાઈનીઝ ટેક કંપની વિવોએ ‘વિવો S6’ 5G સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. ફોનમાં ફનટચ વિથ એન્ડ્રાઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને એક્સીનોસ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં બ્લેક, વ્હાઈટ અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ચીનમાં ફોનનું વેચાણ 3 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જોકે તેનાં ગ્લોબલી લોન્ચ અને કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
વેરિઅન્ટ અને કિંમત
8GB + 128GB: CNY 2,698 (આશરે 28,700 રૂપિયા)
8GB+ 256GB: CNY 2,998 (31,900 રૂપિયા)
ફોનનાં બેઝિક ફીચર્સ
સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.ફોન CPU ટર્બો, AI ટર્બો, નેટ ટર્બો, ગેમ ટર્બો અને કૂલ ટર્બો ટેક્નોલોજી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ટર્બો ટેક્નલોજી 10% હિટ રિડ્યુસ કરે છે. ફોનના કેમેરા 4k વીડિયો સપોર્ટ, નાઈટ મોડ, પોટ્રેટ, AR cute શૂટ સહિતના અનેક મોડ સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, LTE,4G, બ્લુટૂથ 5.1, વાઈફાઈ, USB Type-C port અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘વિવો S6’ 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.44 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ (1,080x2,400 પિક્સલ) AMOLED |
OS | ફનટચ વિથ એન્ડ્રાઈડ 10 |
પ્રોસેસર | એકસીનોસ 980 |
રિઅર કેમેરા | 48 MP + 8 MP + 2 MP + 2 MP |
ફ્રન્ટ કેમેરા | 32MP |
રેમ | 8GB |
સ્ટોરેજ | 128GB/256GB |
બેટરી | 4,500mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
વજન |
181 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JwNW6t
No comments:
Post a Comment