
કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલાં લોકડાઉનમાં લોકો પોતાના કામ માટે ટેક્નલોજીને વધુ આધીન બન્યા છે. વર્ક ફ્રોમ હોમને લીધે વીડિયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ વધી રહ્યો છે. તેને જોતા રિલાયન્સ જિઓએ પણ પોતાની વીડિયો કોન્ફરન્સિંગ એપ ‘જિઓમીટ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનાથી ઝૂમ અને ગૂગલ એપને સારી એવી ટક્કર મળશે. આ એપ એન્ડ્રોઈડ, iOS, વિન્ડોઝ અને macOS પર સપોર્ટ કરશે.
ફ્રી પ્લાનમાં 5 અને બિઝનેસમાં 100 મેમ્બર્સ વીડિયો કોન્ફરન્સિંગ કરી શકશે
‘જિઓમીટ’માં 2 પ્લાન મળશે. ફ્રી પ્લાનમાં કુલ 5 અને બિઝનેલ પ્લાનમાં કુલ 100 મેમ્બર્સ વીડિયો કોન્ફરન્સિંગ કરી શકશે. એપનો ઉપયોગ મોઝિલા ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમથી પણ કરી શકાશે.
‘જિઓમીટ’નાં બેઝિક ફીચર
- સિંગલ કોન્ફરન્સિંગ લિંકની મદદથી ગેસ્ટ ઈનવાઈટ કરી શકાશે.
- વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન લાઈવ ચેટ કરી શકાશે.
- ઓડિયા અથવા વીડિયો મોડ સ્વિચ કરવાનો ઓપ્શન મળશે.
- યુઝર કોન્ફરન્સિંગની હિસ્ટ્રી પણ જોઈ શકશે.
- લૉ નેટવર્ક ઝોનમાં કોલ ડ્રોપ નહીં થાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3d7QuVk
No comments:
Post a Comment