
કોરોનાવાઈરસની લડતમાં ભારત સહિત અનેક દેશોમાં લોકોનું તાપમાન માપવા માટે થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી કોન્ટેક્ટલેસ તાપમાન માપી શકાય છે. તેનાથી એડવાન્સ ટેક્નોલોજી ચાઈનીઝ સ્ટાર્ટ અપ ‘રોકિડ’એ વિકસાવી છે. કંપનીએ ઓગમેન્ટેડ રિયાલિટીવાળા ગ્લાસ (ચશ્માં) ડેવલપ કર્યા છે. આ ગ્લાસ સાથે એક કેમેરા અટેચ કરવામાં આવ્યો છે, જે અન્ય વ્યક્તિઓનું તાપમાન માપે છે. કંપનીએ તેને ‘T1 glasses’ નામ આપ્યું છે.
‘T1 glasses’ એકસાથે 200 લોકોનાં તાપમાનનું રીડિંગ લઈ શકે છે
‘T1 glasses’ના સેટઅપમાં ક્વોલકોમ પ્રોસેસર અને ઓગમેન્ટેડ રિયાલિટીયુક્ત 12MPનો ગ્લાસ આપવામાં આવ્યો છે. ‘T1 glasses’ લાઈવ રેકોર્ડિગ કરે છે. ત્યારબાદ તેને USB સાથે કનેક્ટ કરી તેને લીધેલા ડેટાનું એનાલિસિસ કરી શકાય છે. રોકિડ સ્ટાર્ટ અપ દ્વારા માત્ર 2 મહિનાની અંદર આ ડિવાઈસ ડેવલપ કરવામાં આવ્યું હતું. તે એકસાથે એકસાથે 200 લોકોનાં તાપમાનનું રીડિંગ લઈ શકે છે.
ચીનમાં ‘T1 glasses’ના 1000 યુનિટનું વેચાણ થયું
રોકિડના વાઈસ પ્રેસિડન્ટ શિયાંગ વેન્જીના જણાવ્યા અનુસાર, ચીનમાં ‘T1 glasses’ના 1000 યુનિટનું વેચાણ થઈ ચૂક્યું છે. આ ડિવાઈસની મદદથી પોર્ટેબલ ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરી શકાય છે.
અમેરિકામાં તેનું વેચાણ કરવામાં આવશે
કંપની અમેરિકાના હોસ્પિટલ અને લોકલ મ્યૂનસિપાલટીને ‘T1 glasses’નું ટૂંક સમયમાં વેચાણ કરશે. ‘T1 glasses’માં રેકોર્ડ થતો ડેટા સિક્યોર્ડ રહેશે. કંપની તે ડેટાનું સ્ટોરેજ ક્લાઉડમાં કરતી નથી. આ ડિવાઈસની ખાસ વાત એ છે કે એકસાથે અનેક લોકોના તાપમાન માપી શકાય છે. ત્યારબાદ તમામ લોકોનું મોનિટરિંગ કરી શકાય છે. તેનાં માટે થર્મલ ગનની જેમ વ્યક્તિ દીઠ કપાળ દ્વારા તાપમાન માપવાની આવશ્યકતા રહેતી નથી. આ ગ્લાસ પહેરીને વ્યક્તિ સામે રહેલી અને આજુબાજુથી પસાર થતા વ્યક્તિઓનાં તાપમાન જાણી શકે છે.
રોકિડની સ્થાપના વર્ષ 2014મા એરિક વોન્ગ અને મિંગમિંગ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ વર્ષ 2018માં પોતાને B લેવલ સુધી પહોંચાડી હતી. કંપની ગેમિંગ માટે આર્ટિફિશિયલ અને ઓગમેન્ટેડરિયાલિટી બેઝ્ડ ટેક્નોલોજી ડેવલપ કરે છે પરંતુ કોરોનાવાઈરસને જોતા કંપનીએ આ ઈનોવેશન તૈયાર કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SsJ7Ad
No comments:
Post a Comment