Sunday, 31 May 2020

‘એન્ડ્રોઈડ 11’ માટે હજુ વધારે રાહ જોવી પડશે, કંપનીએ 3 જૂનની બીટા લોન્ચ ઈવેન્ટ પોસ્ટપોન કરી

ટેક જાયન્ટ ગૂગલે 3 જૂને યોજાનાર ‘એન્ડ્રોઈડ 11’ બીટા લોન્ચ ઈવેન્ટ પાછી ઠેલી છે. આ વર્ષે માર્ચમાં યોજાનાર I/O 2020 ઈવેન્ટમાં ‘એન્ડ્રોઈડ 11’નાં ફીચર રિલીઝ થવાના હતા. પરંતુ કોરોનાવાઈરસને લીધે I/O 2020 કેન્સલ થઈ હતી. અત્યાર સુધી કંપનીએ 3 ડેવલપર પ્રિવ્યૂ રિલીઝ કર્યાં છે. પ્રોટોકોલ પ્રમાણે જૂન મહિનામાં કંપની ઓપરેટિંગ સિસ્ટમનું બીટા વર્ઝન લોન્ચ કરે છે. પરંતુ આ વર્ષે યોજાનાર પ્રથમ બીટા લોન્ચ ઈવેન્ટને હાલ પોસ્ટપોન કરાઈ છે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.

જોકે આ પોસ્ટપોન કયા કારણોથી કરવામાં આવ્યું તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી. આગામી દિવસોમાં 3 વાર અલગ અલગ બીટા વર્ઝન લોન્ચ કર્યાં બાદ કંપની ઓગસ્ટ મહિના બાદ એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ ગ્લોબલી લોન્ચ કરી શકે છે. ગૂગલના પિક્સલ ડિવાઈસ પર સૌ પ્રથમ ડેવલપર પ્રિવ્યૂ અને બીટા વર્ઝન લોન્ચ થાય છે.

એન્ડ્રોઈડ 11નાં ફીચર્સ

અત્યાર સુધીના ડેવલપર પ્રિવ્યૂમાં ગૂગલની અપકમિંગ ઓપરેટિંગ સિસ્ટમનાં ફીચર્સ સામે આવી ચૂક્યાં છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે:

  • મ્યૂટ નોટિફિકેશન ડ્યુરિંગ કોલ્સ
  • નેટિવસ્ક્રીન રેકોર્ડિંગ
  • સ્ક્રોલિંગ સ્ક્રીનશોર્ટ
  • ઈમ્પ્રૂવ સપોર્ટ ફોર કર્વ્ડ ડિસ્પ્લે
  • એરપ્લેન મોડ વોન્ટ ટર્ન ઓફ બ્લુટૂથ
  • ડાર્ક મોડ સ્કેડ્યુલિંગ
  • વન ટાઈમ પરમિશન
  • ચેટ બબલ્સ
  • રિવર્સ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Still have to wait for 'Android 11', company postpones beta launch event on June 3


from Divya Bhaskar https://ift.tt/2AmW9ZK

No comments:

Post a Comment