Sunday, 31 May 2020

જિઓનીની GBuddy 10000mAh વાયરલેસ પાવરબેંક લોન્ચ, કિંમત ₹1,299

ચાઈનીઝ ટેક કંપની જિઓનીએ ભારતમાં GBuddy 10000mAh વાયરલેસ પાવરબેંક લોન્ચ કરી છે. તેની કિંમત 1,299 રૂપિયા છે. ગ્રાહકો એમેઝોન પરથી તેની ખરીદી કરી શકે છે. તેનું સિંગલ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે.

જિઓની GBuddy 10000mAh પાવરબેંકનાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન

  • આ વાયરલેસ પાવરબેંકમાં 12વૉટનું આઉટપુટ મળશે. તેમાં 5V વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે.
  • પાવરબેંકમાં 5V/2A રેટિંગ USB ટાઈપ સી પોર્ટ અને 5V/2A માઈક્રો USB ઈનપુટ પોર્ટ સાથે 5V/2.4A USB ટાઈપ A પોર્ટ મળે છે.
  • પાવરબેંકને રિચાર્જ કરતી વખતે અન્ય ડિવાઈસ ચાર્જ કરી શકાય છે. તેમાં લિથિયમ પોલીમર બેટરી મળે છે.
  • ચાર્જિંગ કેપેસિટી જોવા માટે તેમાં એક LED પાવર મીટર આપવામાં આવ્યું છે.
  • કંપનીના જણાવ્યા અનુસાર, આ પાવરબેંક 3000mAhના ફોનને 2.2 વખત અને4000mAhના ફોનને 1.7 વખત ચાર્જ કરી શકે છે.
  • 3000mAhના ફોનને 1.5 કલાકમાં અને 4000mAhના ફોનને 2 કલાકમાં ફુલ ચાર્જ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gionee launches GBuddy 10000mAh wireless powerbank, priced at 1,299


from Divya Bhaskar https://ift.tt/2XJT3qF

No comments:

Post a Comment