Sunday, 31 May 2020

5G સપોર્ટ અને ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા ‘ઓપો રેનો 4’ સિરીઝના સ્માર્ટફોન 5 જૂને ચીનમાં લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કંપની ઓપો ‘ઓપો રેનો4’ સિરીઝના 5G સ્માર્ટફોન ચીનમાં 5 જૂને લોન્ચ કરશે. આ સિરીઝમાં ‘ઓપો રેનો 4’ અને ‘ઓપો રેનો 4 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થશે. કંપનીએ સિરીઝનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર મુજબ બંને ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સુપર નાઈટ મોડ મળશે.

‘ઓપો રેનો4’ સિરીઝનાં બેઝિક સ્પેસિફિકેશન

  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનસાર ‘ઓપો રેનો 4’માં 6.43 ઈંચની અને પ્રો વેરિઅન્ટમાં 6.55 ઈંચની ડિસ્પ્લે મળશે.
  • બંને ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે.
  • પ્રો વેરિઅન્ટમાં 32+2MPનું ડ્યુઅલ અને બેઝિક વેરિઅન્ટમાં 32MPનો સિંગલ ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • બંને ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
  • આ સિરીઝનાં બંને ફોનમાં 65 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 4000mAhની બેટરી મળશે.
  • ફોનનાં 8GB +128GB અને 12GB+ 256GBનાં સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • જોકે ફોનની કિંમત અને ભારતમાં લોન્ચ વિશે કંપનીએ હજું મૌન સાધ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Oppo Reno 4 series smartphone with 5G support and triple rear camera setup will be launched in China on June 5.


from Divya Bhaskar https://ift.tt/2MhitXk

No comments:

Post a Comment