Sunday, 31 May 2020

ટૂંક સયમાં મોબાઈલ નંબર 11 આંકડાંઓને થઈ શકે છે, ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટીએ ભલામણ કરી

TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈન્ડિયા) આગામી સમયમાં મોટાં ફેરફારો કરવા જઈ રહી છે. સંસ્થાએ અનેક ભલામણો રજૂ કરી છે. તેમાં 11 આંકડાનો મોબાઈલ નંબર અને લેન્ડવાઈન નંબરથી મોબાઈલ નંબર પર ફોન કરતાં પહેલાં ‘0’ અનિવાર્ય સહિતનાં અનેક ફેરફારો સામેલ છે. આ ભલામણો વિવિધ સ્ટેકહોલ્ડર્સ દ્વારા મળેલાં છે.

હવે મોબાઈલ નંબર ‘10’ નહીં ‘11’ આંકડાનો હશે

TRAIની ભલામણમાં મોબાઈલ નંબરને 11 આંકડાનો કરવાનો કહેવાયું છે. હાલમાં દેશભરમાં 10 આંકડાંનો મોબાઈલ નંબર કાર્યરત છે. આ 11મો આંકડો વધારાનો ‘0’ હશે. આ નંબરની કેપેસિટી 1 કરોડની હોઈ શકે છે.

લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે મોબાઈલ નંબર પહેલાં ‘0’ લગાડવો પડશે

અત્યાર સુધી દેશમાં લેન્ડલાઈન યુઝર ‘0’ લગાડ્યા વગર મોબાઈલ નંબર પર કોલ કરી શકે છે. નવી ભલામણ અનુસાર હવે પહેલાં એડિશનલ ‘0’ ડિજિટ ઉમેરવાનો રહેશે. જોકે લેન્ડલાઈન ટુ લેન્ડલાઈન કોલિંગ માટે કોઈ નવા નિયમો લાગુ નહીં થાય.

આ ભલામણેમાં ઈન્ટરનેટ ડોંગલ માટે પણ કેટલાક ફેરફાર રજૂ થયા છે. તે અનુસાર ઈન્ટરનેટ ડોંગલ સાથે જોડાયેલાં મોબાઈલ નંબર 13 આંકડાઓનો હોઈ શકે છે. જોકે આ તમામ ફેરફારોનો અમલ ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mobile number could reach 11 figures soon, Telecom Regulatory Authority recommends


from Divya Bhaskar https://ift.tt/3gA99fc

No comments:

Post a Comment