Sunday, 31 May 2020

હવે યુઝર ફાઈલ શેરિંગ વેબસાઈટ ‘WeTransfer’નો ઉપયોગ નહીં કરી શકે, સરકારે સાઈટ બેન કરી

ડચ ઈન્ટરનેટ બેઝ્ડ કમ્યૂટર ફાઈલ ટ્રાન્સફર સર્વિસ ‘WeTransfer’ને DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂમનિકેશન) દ્વારા બેન કરાઈ છે. ભારતમાં આ વેબસાઈટનો એકસ્સે મોટા ભાગના યુઝર કરી શકતા નથી. જોકે આ વેબસાઈટને કયા કારણોસર બેન કરવામાં આવી છે તે હજું પણ એક ભેદ જ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DoTએ ભારતમાં ‘WeTransfer’ને તેના 3 URL બેન કરવા નોટિસ ફટકારી છે. ‘WeTransfer’નો ઉપયોગ લાખો લોકો કરે છે. આ સાઈટમાં ઈન્ટરનેટનાં માધ્યમથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તેમાં કોઈ પણ અકાઉન્ટ કે લોગ ઈન વગર યુઝર અન્ય યુઝરને ઈમેઈલનાં માધ્યથી એકસમયે 2GBસુધીનો ડેટા ટ્રાન્સફર કરી શકે છે. તેના માટે યુઝરે કોઈ ચાર્જ ચૂકવવો ન પડતો હોવાથી આ વેબસાઈટનો વધારે ઉપયોગ થતો હતો. ટ્વિટર પર યુઝરે ‘WeTransfer’ની ખામીઓને લઈ કંપનીને ટ્વિટ્સ કર્યા છે.

ભારતમાં આંશિક રીતે વેબસાઈટ બ્લોક થઈ હોવાનો કંપનીનો દાવો

ભારતમાં અનેક યુઝર્સને પડી રહેલી તકલીફને લીધે કંપનીએ યુઝર્સના સવાલોનો જવાબ આપવો પડ્યો છે. એક યુઝરના સવાલમાં કંપનીએ જવાબમાં લખ્યું છે કે, ભારતમાં હાલ વેબસાઈટ આંશિક રીતે બંધ છે. ટીમ દ્વારા તેના પર કામ ચાલી રહ્યું છે.હાલમાં VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) સર્વિસના ઉપયોગથી વેબસાઈટનો એક્સેસ થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Users can no longer use file sharing website 'WeTransfer', government bans site
Users can no longer use file sharing website 'WeTransfer', government bans site


from Divya Bhaskar https://ift.tt/3gFJa6f

No comments:

Post a Comment